પ્રેમિકાએ પ્રેમીને ઘરે બોલાવીને પળવારમાં પતાવી દીધો,કારણ જાણીને ચોકી જશો.

રાજ્યભરમાં હત્યાના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં એક હત્યાનો બનાવ ખુબ જ ચોકાવનારો સામે આવ્યો છે જેમાં  35 વર્ષની પ્રેમિકાએ ધારદાર વસ્તુ વડે પોતાના 26 વર્ષના પ્રેમીનો જીવ લઈ લીધો છે.

મળતી માહિતી મુજબ,ઘટનામાં મૃત્યુ પામેલા યુવકનું નામ મનીષકુમાર સિંહ હતું અને તેની ઉંમર 26 વર્ષની હતી.  મનીષકુમારની પ્રેમિકાએ પોલીસ પૂછપરછ દરમ્યાન જણાવ્યું કે, તેનો બોયફ્રેન્ડ તેને ખૂબ જ હેરાન કરતો હતો. તેને સતત મળવા માટે દબાણ કરતો હતો. ત્યારે મેં ગુસ્સામાં આવીને તેનો જીવ લઈ લીધો હતો.

પૂછપરછ દ્વારા જાણવા મળ્યું કે, આરોપી મહિલા પરિણીત છે. તેને સંતાનમાં બે બાળકો પણ છે. મહિલાનો પતિ મધ્યપ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલે તરીકે ફરજ બજાવે છે. મનીષ બિહારમાં રહેતો હતો અને ખાનગી નોકરી કરતો હતો.,દોઢ વર્ષ પહેલા મહિલાને મનીષ નામના યુવક સાથે પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ બંને પ્રેમ સંબંધમાં બંધાઈ ગયા હતા.

મહિલાએ જણાવ્યું હતું કે મનીશ સાથે તેના સસરા જોઈ ગયા હોવાથી પતિને વતન બોલાવી લીધો હતો,અને પતિએ પત્ની સાથે ખુબ જ વિવાદ પણ કર્યો હતો,અને મનીષને ગામની બહાર કાઢી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ મનીષ બિહારમાં રહેવા ચાલ્યો ગયો હતો. પછી મેં મારા સસરા અને મારા પતિની માફી માંગીને તેમના સાથે રહેવા લાગી હતી.

જ્યારે મનીષ ગામમાં આવતો ત્યારે તે ગમે તેમ કરીને મને મળવાનો પ્રયત્ન કરતો હતો.,પરાણે મળવા માટે પ્રયત્નો કરતો હતો,અને પછી મેં તેને રસ્તા પરથી દૂર કરવાનો પ્લાન બનાવ્યો હતો. પ્લાનના આધારે મેં મનીષને શનિવારના રોજ ઘરે મળવા બોલાવ્યો હતો. પછી રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. ત્યારબાદ મનીષ સાથે રૂમમાં વાત કરી હતી અને તેનો વિશ્વાસ જીતી લીધો હતો. પછી મનીષ આરામ કરવા માટે પલંગ પર સુઈ ગયો હતો. ત્યારે મેં મનીષ ઉપર ધારદાર વસ્તુ વડે પ્રહાર કરીને તેનો જીવ લઈ લીધો હતો.