સુરતમાં માતા ભગવાનનો દીવો કરતી હતી ને દીકરો ગેસનો બાટલો બદલતા આગ ફાટી, જનેતાનું મોત

સુરત(surat):અવાર નવાર એવા કિસ્સા સામે આવતા હોય છે,જે આપણને ધ્રુજાવી દેતા હોય છે,હાલ સુરતમાંથી એક એવો સનસનાટી ભર્યો કિસ્સો સામે આવ્યો છે,માતા ભગવાનનો દીવો કરતી હતી અને પુત્ર લીકેજવાળો ગેસ સિલિન્ડર બદલતો હતો. આ વખતે જ આગ ફાટી નીકળતા માતા, પુત્ર અને પુત્રવધૂ આગની લપેટમાં આવી જતા દાઝી ગયાં હતાં, ને અચાનક જ  માતાનું દર્દનાક  મોત થયું હતું.

મળતી માહિતી મુજબ, સુરત શહેર ના વરાછા વિસ્તારમાં આવેલી અંકુર સોસાયટીમાં 58 વર્ષીય કમળાબેન કાંતિભાઈ ચલુડિયા પરિવાર સાથે રહેતાં હતાં. પરિવારમાં પતિ, દીકરો અને અને દીકરાની વહું છે.

સવારે કમળાબેન રસોડાની બાજુમાં આવેલા મંદિરમાં પૂજાપાઠ કરી રહ્યાં હતાં. ત્યારે જ ગેસનો બાટલો પૂરો  થઈ જતા બદલવા માટે પુત્ર અંકિત નવો સિલિન્ડર લઈને  આવ્યો હતો,સીલીન્ડર ફેરવતા જ જેથી ફ્લેશ ફાયરથી આગ ફાટી નીકળતા પૂજાપાઠ કરી રહેલાં માતા કમળાબેન ગંભીર રીતે દાઝી ગયાં હતાં.

તેમજ પુત્ર અંકિત અને પુત્રવધૂ પણ દાઝી ગયાં હતાં. તેમને તાત્કાલિક  નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં,જ્યાં દીકરા તેમજ વહુને સારું થઇ ગયું હતું,કમળાબેનના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.