ભાવનગરમાં પ્રેમિકાના પરિવારનું ટોર્ચર સહન ન થતાં પ્રેમિકાના ઘરઆંગણે પ્રેમીએ ઝેર પીઈને કર્યો આપઘાત , મરતા પહેલાનો યુવકનો વિડીયો થયો વાયરલ…

ભાવનગર (Bhavnagar ): ભાવનગર બોરતળાવ વિસ્તારમાં આવેલા હીરાના કારખાનામાં રત્નકલાકાર તરીકે મજૂરી કરતાં રોનક તળાવીયાને કુંભારવાડા વિસ્તારમાં રહેતી એક યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જેને લઈને યુવતી થોડાક  દિવસો  પહેલાં ઘરેથી ભાગી યુવાનના ઘરે રહેવા જતી રહી હતી.

આ દરમિયાન યુવતીના પિતા અને અન્ય બે લોકો રોનકના ઘરે પહોંચ્યા હતા. જ્યા બંને પ્રેમીનું વેવિશાળ કરાવી આપશે એવું આશ્વાસન આપી યુવતીને સમજાવી ભોળવી ફરી કુંભારવાડા ઘરે લઈ આવ્યાં હતાં.જોકે ત્યારબાદ યુવતીના પિતાએ વચન પાળવાને બદલે સંબંધ કરાવી આપવાની ના પાડી હતી. જેના કારણે રોનકને ખૂબ જ લાગી આવ્યું હતું.

અસહ્ય ત્રાસ આપી ભાવનગર હીરા ઘસવાની મજૂરી કરવા પણ યુવકને આવવા દેતા ન હતા. આથી હિંમત હારી ગયેલા યુવાને આજરોજ ઝેરી દવા સાથે યુવતીના ઘર સામે પહોંચ્યો હતો અને ઝેરી દવા ગટગટાવી મોબાઈલમાં એક વીડિયો બનાવ્યો હતો.આ સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો .