ભાવનગરના પાલિતાણાના રહેણાંક વિસ્તારમાં વેશ્યાવૃત્તિ નો વેપાર કરાવતા દંપતી સહિત ત્રણને ઝડપી પાડ્યા.

ભાવનગર(Bhavanagar):આજ કાલ મજબુરીને લીધે દેહ વ્યાપારના કિસ્સા ખુબ જ વધી રહ્યા છે,ભાવનગર જિલ્લાના પાલીતાણા શહેરમાં આવેલ એક રહેણાંકી મકાનમાં ઘણાં સમયથી આર્થિક રીતે જરૂરિયાતમં હોય એવી  મહિલાઓની મજબૂરીનો એક દંપતીએ ગેરલાભ લઈ ભાડાના મકાનમાં વેશ્યાવૃત્તિ નો વેપાર ચાલુ કર્યો હતો,જેને  પાલીતાણા ટાઉન પોલીસે કુટણખાના પર રેડ કરી ઝડપી લીધા છે.

શહેરના શક્તિનગરમાં મકાન ધરાવતો દિનેશ ઉર્ફે દિલો બાલા મકવાણા ઉ.વ.40 એ પોતાનું મકાન મૂળ ભાદાવાવ ગામના વતની અને હાલ પાલીતાણામાં રહેતા રમેશ મથુર બારૈયા ઉ.વ.35 ને ભાડે આપ્યું છે, અને આ રમેશ તેની પત્ની હંસા રમેશ બારૈયા ઉ.વ.40 સાથે મળી ભાડાના મકાનમાં  બહારથી આર્થિક રીતે જરૂરિયાતમંદ મહિલાઓને બોલાવી વેશ્યાવૃત્તિનો કારોબાર ચલાવે છે

દરરોજ મોટી સંખ્યામાં પુરૂષો આ મકાનમાં અવરજવર કરે છે. આ વિસ્તારમાં સંસ્કારી પરિવારો રહેતા હોવાથી  આવો ખરાબ ધંધો બંધ કરાવવા માંગ કરી હતી,જેમાં ગતરાત્રીના સમયે પોલીસે શક્તિનગરમાં રેડ કરતા હંસા રમેશ બારૈયા, રમેશ મથુર બારૈયા, દિનેશ  બાલા મકવાણા અને બે પરપ્રાંતિય મહિલાઓ મળી આવી હતી.

પુછપરછમાં કબૂલાત કરી હતી કે પરપ્રાંતિય મહિલાઓને શોધી લાવવાનું કામ હંસા કરતી હતી અને રમેશ તથા દિનેશ શરીરસુખ માણવા ઈચ્છુક પુરુષ ગ્રાહકોને લાવવાનું કામ કરતા હતા,પોલીસે ઘટના સ્થળેથી રોકડ રકમ તથા અન્ય સામગ્રી મળી કુલ રૂ.11,000નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય આરોપીઓને લોકઅપ હવાલે કરી બંને પરપ્રાંતીય મહિલાઓના નિવેદનો નોંધી જવા દીધી હતી.