વડોદરામાં પાનના ગલ્લેથી ઘરે જઈ રહેલા યુવકના બાઈક આડે કૂતરું આવતા અકસ્માત થતા મોત.,વિધવા માં નિરાધાર બની.

વડોદરા(vadodara):રાજ્યભરમાં અકસ્માતના બનાવ ખુબ જ સામે આવી રહ્યા છે,હાલમાં વધુ એક અકસ્માત સામે આવ્યો છે.,શહેર નજીક અંપાડ ગામ પાસે રસ્તામાં આવી ગયેલા કૂતરાના કારણે બાઇકચાલક રોડ ઉપર પટકાયો હતો. જેમાં ગંભીર ઇજા પહોંચતા યુવકને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવારમાં તેનું મોત થયું હતું.

મળતી માહિતી મુજબ,વડોદરા નજીક આવેલા અંપાડ ગામમાં 30 વર્ષીય નિલેશ ગોવિંદભાઈ પઢીયાર વિધવા માતા સાથે રહેતો હતો. પિતાનું 12 વર્ષ પહેલા નિધન થતા તે માતા સાથે રહેતો અને નોકરી કરી ગુજરાન ચલાવતો હતો.

અંપાડ ચોકડી ખાતે આવેલ પાનના ગલ્લે ગયો હતો. પાન-મસાલો ખાઇ ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન અંપાડ ગામના વૃંદાલય ફાર્મ નજીક અચાનક રોડ ઉપર કૂતરું આવી જતા નિલેશે મોટર સાઇક્લના સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા રોડ પર પડી ગયો હતો, જેમાં તેને  ખુબ જ ગંભીર ઇજા પહોંચી હતી.

ઘટનાની મહિતી મળતા જ લોકો તરત ક ઘટના સ્થળે પહોચી ગયા હતા,ગંભીર ઇજા પામેલ નિલેશને સારવાર અર્થે ગોત્રી જનરલ હોસ્પિટલ ખાતે મોકલી આપ્યો હતો. જ્યાં તેની પ્રાથમીક સારવાર આપી વધુ સારવાર અર્થે એસ. એસ. જી. હોસ્પિટલ ખાતે ફેરવવામાં આવ્યા હતા, જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોત  થયું હતું.