જયપુરમાં નાની એવી વાતમાં યુવકે પોતાની પ્રેમિકાનું ગળુ દબાવીને જીવ લઇ લીધો,પછી પ્રેમિકાના મૃતદેહ સાથે કર્યો મોટો કાંડ…..

રાજ્યમાં પ્રેમ પ્રકરણને લીધે ખુબ જ જીવ લેવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે, ત્યારે હાલમાં બનેલી તેવી જ એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક યુવકે તેની સગીર પ્રેમિકાનો જીવ લઈ લીધો હતો. જીવ લેવાનું કારણ જાણીને તમે પણ ચોકી  જશો,પોલીસે રવિવારના રોજ આરોપી બોયફ્રેન્ડ અને તેના ભાઈની ધરપકડ કરી હતી.

આ ઘટના જયપુરમાંથી સામે આવી રહી છે. અહીં યુવતીનો જીવ લેવાના કેસમાં 20 વર્ષના કમલ ધોબી અને તેના 23 વર્ષના ભાઈ રવિ ધોબીની પોલીસે ધરપકડ કરી હતી. કમલ ધોબી દ્વારકાપૂરી પ્રતાપ નગરમાં ભાડાના મકાનમાં રહેતો હતો. તે નજીકના એક કાફેમાં કામ કરે છે. જ્યારે તેનો ભાઈ રવિ એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે.

કસ્ટડીમાં બંનેની પૂછપરછ કરવામાં આવી ત્યારે  જાણવા મળ્બયું કે,બપોરના સમયે પોતાની સગીર પ્રેમિકાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ કમલ ધોબી એ પોતાના ભાઈ રવિની મદદથી પ્રેમિકાના મૃતદેહને કનોટા ડેમમાં ફેંકી દીધી હતી.

 એક વ્યક્તિએ પોલીસ સ્ટેશનમાં સગીર ભત્રીજી ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી,ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે ભત્રીજીની ઉંમર 16 વર્ષની હતી અને તે ગુમ થઈ ગઈ હતી. જાણવા મળી રહ્યું હતું કે, કેફે માં કામ કરતો કમલ ધોબી નામનો યુવક ભત્રીજીને બહાર લઈ ગયો હતો. ત્યારબાદ પોલીસે કમલ ધોબીની શોધખોળ શરૂ કરી દીધી હતી.

14 દિવસ બાદ એટલે કે  બપોરના કેટલાક માછીમારો ડેમમાં માછલી પકડવા માટે ગયા હતા, ત્યારે માછીમારોને ડેમમાંથી એક બાળકીનું મૃતદેહ મળી આવ્યું હતું. પછી આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ તાત્કાલિક પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી આવી હતી અને બાળકીના મૃતદેહને બહાર કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

મૃતદેહ મળ્યાના બે દિવસ બાદ બાળકીની ઓળખ થઈ હતી. પછી પોલીસે બાળકીનું પોસ્ટમોર્ટમ કરાવીને તેના મૃતદેહને પરિવારજનોને સોંપી દીધું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સ્પષ્ટ થઈ ગયું કે બાળકીનો જીવ લેવામાં આવ્યો છે. ત્યારબાદ પોલીસે આરોપી કમલ છોડીને પકડી પાડ્યો હતો અને તેને કસ્ટડીમાં લઈને તેની કડક પૂછપરછ કરી હતી.,આરોપીએ પોતાનો ગુનો કબુલ કર્યો હતો.

આરોપીએ જણાવ્યું કે તે સગીર પ્રેમિકાને પોતાના રૂમ ઉપર લઈ ગયો હતો,જ્યાં તેને પ્રેમિકાને પોતાની સગાઈ થઈ ગઈ છે તે વાત કરી હતી,અને પ્રેમિકાને એમ પણ કહ્યું હતું કે તેને પોતાની જ જ્ઞાતિની છોકરી સાથે લગ્ન કરવા પડશે. આ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થઈ ગયો હતો. ઝઘડો આટલો વધી ગયો કે ગુસ્સામાં આવીને આરોપીએ દુપટ્ટા વડે પોતાની પ્રેમિકાનું ગળું દબાવીને તેનો જીવ લઈ લીધો હતો. ત્યારબાદ પોતાના ભાઈને મદદથી મૃતદેહને ડેમમાં ફેંકી દીધું હતું.