એક કીડાના ડંખથી જીંદગી થઇ બરબાદ : 52 લાખ સારવારમાં બગાડ્યા છતાં કાપવા પડ્યા શરીરના આ ભાગો ….

બનાવ એવો બન્યો કે , વ્યક્તિને એક નાનકડા જીવડાએ ડંખ માર્યો હતો, પરંતુ તે પછી તેના જીવનમાં એવો ભૂકંપ આવ્યો કે તે મરતા બચી ગયો. તે જંતુના ડંખને કારણે તેને ખૂબ જ ગંભીર રોગ થયો અને પછીથી તેના હાથ-પગ કાપીને શરીરથી અલગ કરવા પડ્યા.જો કે આવા ખતરનાક જંતુઓ સામાન્ય રીતે માત્ર જંગલી વિસ્તારોમાં જ જોવા મળે છે, પરંતુ ઘણી વખત આ જંતુઓ ઉડીને માનવ વસાહત સુધી પહોંચે છે અને પછી રોગો ફેલાવવાનું શરૂ કરે છે.

જંતુના ડંખથી કોઈનો જીવ જોખમમાં મુકાય એવું બહુ જ ઓછું હોય છે, પરંતુ અમેરિકાના ટેક્સાસમાં રહેતા એક વ્યક્તિ સાથે કંઈક આવું જ બન્યું છે,આ વ્યક્તિનું નામ માઈકલ કોહલહોફ છે.  મીડિયા રિપોર્ટ્સ અનુસાર, માઈકલને સેપ્ટિક શોકના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ઘણા દિવસો સુધી તેની સારવાર કરવામાં આવી, ડોકટરોએ દવાઓ આપી, પરંતુ પછીથી તેના હાથ પગ ધીમે ધીમે પીગળવા લાગ્યા.

આવી સ્થિતિમાં, ડૉક્ટરોએ તેના હાથ અને પગ કાપવા પડ્યા, જેથી તેનો જીવ બચાવી શકાય.તમને જાણીને નવાઈ લાગશે કે તેમની સારવારમાં લગભગ 52 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેના પરિવાર પાસે એટલા પૈસા ન હોવાથી, આવી સ્થિતિમાં તેણે ફંડિંગ દ્વારા આટલા પૈસા ભેગા કર્યા અને માઈકલની સારવાર કરાવી.