માં મોગલે એક મહિલાને આપ્યો એવો પરચો કે મહિલાનું વિદેશ જવાનું સપનું થયું પૂરું,માનતા પૂરી કરવા …..

માં મોગલ કબરાવ ધામ ખાતે હાજર હજૂર છે,માં મોગલના પરચા અપરંપાર છે,માં મોગલના ધામ પર લોકો દુર દુરથી દર્શના કરવા આવે છે,અને ધન્યતા અનુભવે છે,હાલમાં જ એક પરચો માં મોગલે એક મહિલાને આપ્યો હતો.

મહિલા પણ પોતાની માનતા પૂરી થતા 11 હજાર રૂપિયા સાથે મોગલ ધામ દોડી આવી હતી. મહિલાએ મણીધર બાપુને મળી અને 11 હજાર રૂપિયા આપવાની વાત કરી. મણીધર બાપુએ તેને પૂછ્યું કે તેની માનતા શું હતી.

ત્યારે તે મહિલાએ જણાવ્યું કે તેને વિદેશ જવું હતું અને છેલ્લા કેટલાક સમયથી તે વિદેશ માટે વિઝા મેળવવા પ્રયત્નો કરી રહી હતી. પરંતુ કોઈને કોઈ કારણ વિઝા અટકી જતા હતા.એક દિવસ તેણે વિદેશ જવા માટે માતા મોગલ ની માનતા રાખી.

તેને પણ નવાઈ લાગી કે તેના વિઝાનુ કામ તુરંત જ પૂરું થઈ ગયું અને વિદેશ જવાની વ્યવસ્થા પણ થઈ ગઈ. તેથી તે તુરંત જ 11 હજાર રૂપિયા લઈને કબરાઉ પહોંચી ગઈ.જોકે મણીધર બાપુએ તે મહિલાના બધા જ રૂપિયા પરત કરી દીધા.

વધુમાં મણીધર બાપુએ જણાવ્યું હતું કે, કે માતા મોગલ ને પૈસાની જરૂર નથી આ રૂપિયા તેની બહેન અને નણંદને આપી દેવામાં આવે અને આવી જ રીતે માતા મોગલ તેની બધી જ ઈચ્છાઓ પૂર્ણ કરતા રહેશે.