ભગુડાવાળી માં મોગલ ના પરચા ખુબ જ છે, આજે પણ દિન દુખિયાના દુઃખ દૂર કરે છે.માં મોગલ ના દરબાર માં જો કોઈ સાચા દિલથી પ્રાર્થના કરે છે, તો તેની મનોકામના પૂર્ણ થાય છે. મા મોગલના પરચાઓ અને ચમત્કાર વિષે ઘણું સાંભળ્યું હશે.
આસ્થા અને વિશ્વાસ હોય તો કંઈપણ અશક્ય કાર્ય શક્ય બની જાય છે.એમાં પણ જ્યારે કોઈ પરમ સંતનો આપણા માથે હાથ હોય તો જીવન ધન્ય થઈ જાય છે. આજે કબરાવમાં બિરાજમાન મોગલ માતા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.
મણીધર બાપુ લોકોને સાચો માર્ગ દર્શાવતા હોય છે અને દેશ-વિદેશથી લોકો દર્શન કરવા માટે પણ આવતા હોય છે.ગુજરાતના કચ્છ માં આવેલું મા મોગલ ધામની અંદર પાવન ભૂમિ ઉપર માં મોગલ ના પરચા અપરંપાર છે. ગુજરાત હોય કે વિદેશ હોય અને સમગ્ર દેશભર ની અંદર ભક્તો માતાજીના સાચા દિલથી યાદ કરે છે.
ત્યારે મા મોગલ તમામ વ્યક્તિઓની તમામ પ્રકારની મનોકામના પૂર્ણ કરે છે. માતાજીના મોગલના શરણે મિત્રો લાખો શ્રદ્ધાળુઓ ભાવિ ભક્તો અને શ્રદ્ધાથી અહીંયા દર્શન કરવા માટે આવે છે.સોશિયલ મીડિયામાં જોઈએ તો તમામ લોકો પોતાની માનતા પૂરી થતાં માં મોગલના આશીર્વાદ લેવા માટે આવતા હોય છે અને માતાજી મોગલ ના સાનિધ્યમાં લોકો પોતપોતાની માનતાઓ પણ પૂર્ણ કરે છે.
આજ સુધી માં મોગલએ લાખો હજારો શ્રદ્ધાળુઓની તમામ પ્રકારની મનોકામનાઓ પૂર્ણ કરી છે. માં મોગલ ની જો સાચા દિલથી પ્રાર્થના કરવામાં આવે તો, લોકોને 60 વર્ષે પણ દીકરાઓ આપ્યા છે. મનમાં યાદ કરતા જ માં મોગલ એ પૂરા કર્યા છે.
તાજેતરમાં જ મોરબીના જયંતીભાઈ પટેલ પોતાની માનતા પૂરી કરવા માટે માં મોગલ ના ધામ આવ્યા હતા અને માં મોગલના અને મણીધર બાપુના આશીર્વાદ લીધા અને 20,000 રૂપિયા આપ્યા અને બાપુને કહ્યું માં મોગલ એ મારી મનોકામના પૂર્ણ કરી છે એટલા માટે હું મારી માનતાના 20000 રૂપિયા લઈને આવ્યો છું.
ત્યારે મણીધર બાપુએ કહ્યું ભક્તોની માં મોગલ પરની આસ્થા અને વિશ્વાસના કારણે તમારું કામ પૂરું થયું છે. વધુમાં બાપુએ કહ્યું અડધા પૈસા તારી બહેનને આપી દેજે અને અડધા પૈસા તારી દીકરી ને આપી દે જે માં મોગલ ખુશ થશે