રાજકોટમાં એક વર્ષના બાળકે રમતા-રમતા ભૂલમાંથી ઝેરી દવા પી લેતા થયું મોત.

રાજકોટ(Rajkot):રાજ્યભરમાં મોતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલમાં વધુ એક મોતનો બનાવ સામે આવ્યો છે,રાજકોટમાં એક ધ્રુજાવી દેતી ઘટના સામે આવી છે,જેમાં  રમતા રમતા એક વર્ષના માસુમ બાળકનું દર્દનાક મોત થયું છે.બાળક એકલો રમી રહ્યો હતો. રમતા રમતા બાળકે આત્મા જંતુનાશક દવાની બોટલ લઈ લીધી હતી અને પછી બાળકે તે બોટલનો ઘૂંટડો ભર્યો હતો.જેના કરને માસુમ બાળકનું કરુણ મોત થયું હતું.

વિગતવાર જણાવીએ તો,રેલ નગરમાં આવેલ શ્યામજી કૃષ્ણ વર્મા ટાઉનશીપ, બી-104માં રહેતા ચિરાગભાઈ નામના વ્યક્તિનો એક વર્ષનો દીકરો જીયાન ગત 10 તારીખ ના રોજ ઘરમાં રમતો હતો. આ દરમિયાન રમતા રમતા જીયાને ઘરમાં પડેલી જંતુનાશક દવાની બોટલ હાથમાં લીધી હતી. પછી તેને તે બોટલ માંથી એક ઘૂંટડો ભર્યો હતો.

આ ઘટના  બનતા જ તાત્કાલિક બાળકને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું,ત્યાં બાળકનું કરુણ મોત થવાથી પરિવાર પર આભ તૂટ્યા જેવી સ્થિતિ સર્જાઈ હતી.