રાજકોટ(Rajkot):રાજ્યભરમાં રોગચાળાને લીધે મોતના સમાચાર ખુબ જ આવી રહ્યા છે,ત્યારે હાલ રાજકોટ શહેરમાંથી મોતના સમાચાર સામે આવ્યા છે.,રાજકોટની આર. કે. યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું ડેન્ગ્યુના કારણે મોત થયાનું સામે આવ્યું છે.
મળતી માહિતી મુજબ,મૃતક છેલ્લા કેટલાક દિવસથી બિમાર હતો, પરંતુ કોલેજની એટેન્ડન્સ અને પરીક્ષાને લઈને કોલેજ આવવું પડ્યું હતું. તે એ હદ સુધી બિમાર હતો કે તેમના પ્લેટ લેટ 15,000 થઈ ગયા હતા. જે સામાન્ય લોકોના અંદાજીત બે લાખ હોવા જોઈએ.
ઉપરાંત કોલેજમાં પણ ગંદકીનું સામ્રાજ્ય હોવાની વાત પણ કરી હતી. જોકે, આજે વિદ્યાર્થીના મોત બાદ કોલેજ તંત્ર સતર્ક થયું હતું અને સાફ સફાઈ કરાવી હતી.આ ઉપરાંત ઉપરાંત આ વિદ્યાર્થી જ્યારે બીમાર પડ્યો ત્યારે તેમને યુનિવર્સિટી મેનેજમેન્ટે હાજરી ઓછી હોવાથી મેડિકલ લીવ પણ આપી નહોતી. ત્યારે આ વિદ્યાર્થીના મોત પાછળ જવાબદાર કોણ? બાળકોના વાલીઓ હજારો કિલોમીટર દૂરથી યુનિવર્સિટીના સત્તાધીશોના વિશ્વાસે અભ્યાસ માટે મુકતા હોય છે.
આમ કોલેજના તંત્રની બેદરકારીના લીધે ૨૪ વર્ષની વયે વિદ્યાર્થીનું મોત થતા તેનો પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.