માતા મોગલ ની માનતાથી કેટલા દિવસથી અટકેલી યુવકની થઇ સગાઇ,યુવક માનતા પૂરી કરવા પહોચ્યો મોગલધામ.

માં મોગલના  પરચા અપરમ્પાર છે,માં મોગલ તેના ભક્તોના દુખ પળવારમાં દુર કરે છે,માં મોગલના ધામ થી કોઈ ભક્ત ખાલી હાથે જતા નથી,માં મોગલે હમણાં જ એક યુવકને પરચો આપ્યો હતો,યુવક પોતાની સાથે દસ હજાર રૂપિયા લઈને માતાની માનતા પૂરી કરવા કબરાઉ ધામ આવ્યો હતો. તે મણીધર બાપુને મળ્યો અને 10,000 રૂપિયા આપ્યા.

બાપુએ તેને પૂછ્યું કે તેની માનતા શા માટે હતી. ત્યારે યુવકે જણાવ્યું કે તેના લગ્નમાં સતત વિઘ્ન આવી રહ્યા હતા. ઘણા પ્રયત્નો કરવા છતાં તેના લગ્ન થતાં ન હતા. એક દિવસ લગ્ન થઈ જાય તે માટે તેણે માતા મોગલ ની માનતા રાખી. સાથે જ નક્કી કર્યું કે તેના લગ્ન થઈ જશે તો તે મંદિરમાં 10000 રૂપિયા ચડાવશે.

માનતા રાખ્યાના થોડા જ સમયમાં  જ યુવકની સગાઈ થઈ ગઈ અને કોઈ પણ જાતના વિઘ્નવીના તેના લગ્ન પણ ધામધૂમથી થઈ ગયા. યુવકની ઈચ્છા પૂરી થઈ જતા લગ્ન પછી તે પોતાના પરિવાર સાથે મોગલધામ આવ્યો, અને મણીધર બાપુને 10,000 રૂપિયા આપ્યા.

મણીધર બાપુએ એ પૈસા હાથમાં લઈને પરત કરી દીધા અને કહ્યું કે માતા મોગલ એ તેની માનતા સ્વીકારી લીધી છે હવે આ રૂપિયા તેની બહેનને આપી દેવામાં આવે.વધુમાં મણીધર બાપુએ જણાવ્યું હતું કે,માં મોગલ ભાવ ના ભૂખ્યા છે.