રાજકોટ (Rajkot ): અત્યારે નાના હોય કે મોટા કોઈપણને દુખ સહન થતું જ નથી .આપઘાતના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે જયારે રાજકોટ માંથી એક એવો બનાવ સામે આવ્યો છે જેને સાંભળી તમારું હદય થંભી જશે .૧૩ વર્ષના દીકરાને એવું તો શું દુખ પડ્યું કે ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી..
મળતી જાણકારી મુજબ ,રાજકોટ શહેરનાં જંગલેશ્વર વિસ્તારમાં આવેલ અંકુર સોસાયટી-8માં રહેતાં નવાઝ અંજલિ સ્કૂલમાં ધોરણ-8માં અભ્યાસ કરતો હતો. ગઇકાલે તેના માતા-પિતા અને બહેન સાથે દેવપરા બજારમાં ખરીદી કરવા ગયા હતાં, જે બાદ પરત આવ્યા ત્યાં દીકરો લટકતો જોવા મળતાં કલ્પાંત સર્જાયો હતો.
નવાઝ અકબરભાઇ કઇડા (ઉ.વ.13)એ ગઇકાલે સાંજે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ, તબીબે મૃત જાહેર કર્યો હતો.
નવાઝે આ પગલું શા માટે ભર્યું? તે અંગે પરિવારજનો પણ કોઈ જાણ નથી થઇ . ભક્તિનગર પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ હાથ ધરી છે.