સુરતમાં ખજોદ પાસે અકસ્માતમાં માતાનું મોત, પિતા ઈજાગ્રસ્ત અને 8 માસની બાળકીનો પોલીસ દ્વારા રહસ્યમય રીતે બચાવ …

સુરત (Surat ): મોટા શહેરોમાં અકસ્માતો રોકવાનું નામ જ નથી લેતા દિવસે ને દિવસે વધારો થતો જ જાય છે .એવામાં એક રુવાડા ઉભા કરી દે તેવો બનાવ સામે આવ્યો છે ..સુરતમાં રાત્રે ખજોદ ખાતે એક કાર ડમ્પર પાછળ ઘૂસી જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં એક બાળકીની હાલત ખૂબ જ ગંભીર હતી. લગ્નને 2 વર્ષ જ થયાં છે. તેમને એક 8 માસની દીકરી છે. અમિત ઓલા કાર કંપનીમાં ડ્રાઇવર છે. તે પરિવાર અને મિત્ર ઇન્દ્રજિત ગુલાબદાસ ટેલર સાથે એની જ કારમાં ચીખલી ગયો હતો.

મળતી જાણકારી મુજબ ,અમિત  ઓલા કાર કંપનીમાં ડ્રાઇવર છે. તે પરિવાર અને મિત્ર ઇન્દ્રજિત ગુલાબદાસ ટેલર સાથે એની જ કારમાં ચીખલી ગયો હતો. તેમને એક 8 માસની દીકરી છે.અમિત તેની પત્ની ભાવિકા, 8 મહિનાની દીકરી અને મિત્ર સાથે પોતાની કારમાં ચીખલીથી રાંદેર આવતો હતો. તે સમયે ખજોદમાં ડાયમંડ બુર્સ પાસે કાર ડમ્પર પાછળ ઘૂસી જતા ભયંકર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં દીકરીની માતાનું ઘટનાસ્થળે મોત જ્યારે અન્ય યુવક ઇન્દ્રજિત ટેલરનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. જ્યારે પિતાની હાલત પણ ગંભીર હતી.

આ સમયે પોતાની ડ્યૂટી પૂર્ણ કરી ઘરે પરત ફરી રહેલા બે પોલીસ કર્મચારી સચિન પોલીસ સ્ટેશનના ભરત ડાંગર અને સચિન GIDC પોલીસ સ્ટેશનના હિતેન્દ્રસિંહ ચાવડા અકસ્માત સ્થળે પહોંચ્યા હતા. કાર ચાલકના બંને પગ કારમાં ફસાઈ ગયા હોવાથી તે બહાર નીકળી શકે તેવી હાલતમાં ન હતા. જ્યારે બાળકી દબાઈ ગઈ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી.

બાળકીની હાલત ગંભીર જણાતાં પોલીસ કર્મચારીઓ તેને  સિવિલ હોસ્પિટલ ખાતે લઇ  ગયા હતા. સિવિલ હોસ્પિટલ પહોંચતાની સાથે જ બાળકીને ICUમાં દાખલ કરાવી દીધી હતી. આ દરમિયાન તબીબોએ પોલીસને જણાવ્યું હતું કે, જો થોડું પણ મોડું થયું હોત તો આ બાળકી બચી શકી ન હોત.ઇજાગ્રસ્ત અમિતની હાલ સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.