રાજકોટ (રાજકોટ): શહેરોમાં પ્રેમ સંબંધ ને કારણે હત્યા ના બનાવ વધારો નોધતો જાય છે .એવામાં ગોંડલના દેવચડીની ધાર પર ઝુપડા બાંધી રહેતી આદિવાસી પરિણીતાને તેના પતિએ વહેલી સવારે ગુપ્તાંગમાં તથા શરીરના અન્ય ભાગમાં હથિયાર વડે આડેધડ ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી.
મળતી જાણકારી મુજબ મુળ મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના જરવાઇ અને હાલ છેલ્લા પંદર વર્ષથી શિવરાજગઢ દેવચડી વચ્ચે આવેલી ધાર ઉપર ઝુપડા બાંધી રહેતા અને છુટક ખેતમજૂરી કરતા આદીવાસી દિપક ચરણભાઇ મકોડીયાએ વહેલી સવારે પાંચ વાગ્યે પોતાની પત્ની જશુબેનના શરીરના ગુપ્તાંગ તથા અન્ય ભાગમાં હથિયાર વડે માર મારતા તેણીનું મોત નીપજ્યું હતું.મૃતક જશુબેનને સંતાનમાં ત્રણ પુત્ર અને એક પુત્રી હોવાનું તથા માતા પિતાથી અલગ ઝુપડામાં પત્ની અને બાળકો સાથે રહેતો હોવાનું દિપકે જણાવ્યું હતું.
જશુબેનને તેમના પરિજનો મૃતક હાલતમાં ગોંડલ હોસ્પિટલમાં લઈ ગયા હતા. મૃતક મહિલાને બે દિવસથી તાવ આવતો હોવાના કારણે તેનું મૃત્યુ થયું હોવાનું પરિજનોએ જણાવ્યું હતું.આ બનાવ શંકાસ્પદ જણાતા ગોંડલ હોસ્પિટલથી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો અને ત્યારબાદ ઉલટ પૂછપરછ કરવામાં આવતા હત્યા અંગે પર્દાફાશ થયો હતો. દિપકે પોતાના નાનાભાઈ સાથે પત્નીને બેથી ત્રણ વખત સુતેલી જોઈ હતી. જે ક્રોધમાં આવી હત્યા કર્યાનું કબૂલ્યું હતું.