સુરતની સ્મીમેર હોસ્પીટલનું પાછું કૌભાંડ, 30 રૂપિયામાં માં મળતી આંખની દવા સ્મીમેરમાં 95 માં વેચાતાં લોકોમાં રોષ.

સુરત(surat):સુરતમાં આજ કાલ આંખ આવવાની બીમારીએ ભરડો લીધો છે,ત્યારે શહેરમાં આંખની દવાનો ઉપાડ વધતાં જાણે લૂંટફાટ શરૂ થઈ છે.બજારમાં આ દવા 30 રૂપિયાથી શરૂ થાય છે, સ્મીમેરના ખાનગી મેડિકલ સ્ટોરમાં 30 રૂપિયાની ટોબા માઇસિનના બદલે 95 રૂપિયાની દવા વેચાતા લોકોમાં  ભારે રોષ જોવા મળ્યો છે.

બધા લોકો મોંઘી દવા લઇ શકે તેવું જરૂરી હોતું નથી,સસ્તી દવા લેવા માટે મોટા ભાગના લોકો સ્મીમેર હોસ્પિટલ જતા હોય છે,નજીવા દરની દવા મળી રહે તે જરૂરી છે.

સુરતમાં આંખની બીમારીને લીધે ઘણી મેડીકલ તેમજ ખાનગી હોસ્પીટલમાં પણ લાઈન જોવા મળી રહી છે,જૂની મસ્કતી હોસ્પિટલમાં આંખના કાયમી ડોક્ટરની નિમણૂંક કરાઇ નથી,પાલિકા દ્વારા મસ્કતીમાં અઠવાડિયામાં 3 દિવસ મુલાકાતી તબીબની સેવા ઉપલબ્ધ કરાવાઇ છે.

જોકે તે સવારે 9 વાગ્યા સુધીમાં આવી જતાં દર્દીઓને જ તપાસી જતા રહે છે, જેમાંથી કેટલાક તબીબ અનિયમિત હોવાથી દર્દીઓને હેરાન થવું પડી રહ્યું છે.