સુરતમાં 48 વર્ષીય પિતા દૂધ લેવા જતાં રસ્તામાં જ અચાનક ઢળી પડ્યા ,,લુમ્સના ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા..

સુરત (Surat ):હાર્ટ એટેક નો સિલસિલો યથાવત જ રહ્યો છે .રોજ ને રોજ કેસમાં વધારો થતો જાય છે પણ આજના બનાવ ઘરના આધારસ્થંભ એવા એક પિતાનું મોત થયું છે . ભેસ્તાન વિસ્તારમાં એક 48 વર્ષીય સંતોષભાઈ સમતારાનું મોત થતાં હાર્ટ એટેકની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

મળતી જાણકારી મુજબ ,ભેસ્તાન વિસ્તારમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં સંતોષભાઈ પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પત્ની અને બે બાળકો છે. તેનો પરિવાર ગામડે છે સંતોષ લુમ્સના ખાતામાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.સંતોષભાઈ દૂધ લેવા નીકળ્યા હતા.

આ દરમિયાન રસ્તામાં ચાલતા ચાલતા અચાનક ઢળી પડ્યા હતા. જેથી તેમને એમ્બ્યુલન્સમાં તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. છેલ્લા 12 વર્ષથી સુરતમાં રહેતા હતા. પરિવારમાં કમાવવાવાળા એક જ હતા.મૃતકના સંબંધી દેવેન્દ્રએ જણાવ્યું હતું કે, ત્રણેક દિવસથી છાતીમાં દુખતું હતું. એસિડિટી હોવાનું માની દવા લીધી હતી.

મોતના પગલે બે દીકરીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે અને પરિવારમાં એક જ કમવવાવાળા ગુમાવતા પરિવારે આધાર ગુમાવ્યો છે ..