બાઈક લઈને શાળાએ જતા શિક્ષક પર ટ્રેક્ટર ફરી વળતા શિક્ષકનું કરુણ મોત.

રાજ્યભરમાં અકસ્માતના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે,આ બનાવમાં શિક્ષક પર ટ્રેક્ટર ફરી વળતા શિક્ષક્નુ કરુણ મોત થયું હતું.આ ઘટના હરિયાણા માંથી સામે આવી રહી છે.

મળતી માહિતી મુજબ,અતુલ યાદવ અને સુમિત કુમાર નામના બે શિક્ષકો શ્રી કૃષ્ણ નામની સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા. બંને દરરોજ  સાથે જ બાઈક પર શાળાએ જતા હતા. દરરોજની જેમ બંને આજે  સવારે પણ બાઈક લઈને શાળાએ જવા માટે નીકળ્યા હતા.,ત્યારે રસ્તામાં એક ટ્રેક્ટર  ચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી. આ અકસ્માતની ઘટનામાં બાઈક પર સવાર બંને શિક્ષક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા.

અ ઘટના બનતા જ આજુ બાજુના લોકો તરત જ દોડી આવ્યા હતા,અને બંને શિક્ષકોને આજુ બાજુના લોકો હોસ્પિટલ લઇ ગયા હતા,હોસ્પિટલમાં હાજર તબીબે  શિક્ષક અતુલ યાદવને મૃત જાહેર કર્યા હતા. જ્યારે ઇજાગ્રસ્ત થયેલા શિક્ષક સુમિતને પ્રાથમિક સારવાર આપ્યા બાદ ગંભીર હાલતમાં વધુ સારવાર માટે મોટી હોસ્પિટલમાં ફેરવવામાં આવ્યા હતા.

શિક્ષક અતુલ યાદવના મૃતદેહને હાલ પીએમ માટે મોકલવામાં આવ્યું હતું,અતુલભાઈના મૃત્યુથી પૂરો પરિવાર તેમજ  સ્કૂલના વિદ્યાર્થીઓ અને સ્કૂલના સ્ટાફમાં માતમ છવાઈ ગયો હતો.