જેતપુર-ધોરાજી હાઈવે પર અકસ્માત થતા 18 વર્ષના પાટીદાર યુવકનું કરુણ મોત,પટેલ પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો.

ગુજરાત રાજ્યમાં અકસ્માતના બનાવ ખુબ જ બની રહ્યા છે,વાહન ચલાવવાની બેદરકારીને લીધે અકસ્માતમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે, આ અકસ્માતની ઘટનામાં જેતપુર ગુંદાળા ગામ પાસે નશાની હાલતમાં સ્વીફ્ટ કાર ચલાવનાર વ્યક્તિએ બે બાઈકને જોરદાર ટક્કર લગાવી હતી.

આ ઘટનામાં ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. સમગ્ર ઘટના બન્યા બાદ ઇજાગ્રસ્ત થયેલા બાઈક ચાલકોને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા.

સારવાર દરમિયાન હોસ્પિટલમાં 18 વર્ષના હર્ષ વઘાસિયા નામના યુવકનું મોત થયું હતું.,ઈજાગ્રસ્ત થયેલો કારચાલક હોસ્પિટલમાંથી ફરાર થઈ ગયો છે. હાલમાં તો પોલીસે તેને પકડવાની કામગીરી શરૂ કરી દીધી છે.

કારની અંદર દારૂની બોટલ પણ જોવા મળી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે કાર ચાલક પ્રતીક નશાની હાલતમાં હતો.,તેથી આટલો ભયંકર અકસ્માત સર્જાયો હતો.,અકસ્માતની ઘટના બન્યા બાદ કાર ચાલક પ્રતીકને આજુબાજુના લોકોએ ખુબ જ માર્યો હતો.આ ઘટનામાં 18 વર્ષના હર્ષના માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતી હતી. આ કારણોસર સારવાર દરમિયાન તેનું મોત થયું હતું.

આ સમગ્ર ઘટનાને લઈને જેતપુર પોલીસ એ સ્વીફ્ટ કાર ચાલક પ્રતીક નટુભાઈ ગજેરા સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. માત્ર 18 વર્ષના દીકરા નું મોત થતા જ પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.