સુરતમાં ઘરની બહાર રમતા 3 વર્ષના માસુમનું માથું શ્વાને જડબામાં પકડી રગદોળી નાખ્યું,,સ્થાનિકોએ મહામુસીબતે છોડાવ્યો…

સુરત (Surat ):સુરતના સચિન જીઆઇડીસી વિસ્તારમાં એક રખડતા શ્વાને ઘર બહાર રમતા 5 બાળકો પૈકી એક ત્રણ વર્ષના બાળક પર હુમલો કર્યો હતો. વિગતવાર માહિતી જોઈએ તો ,,મૂળ દાહોદના વતની મુકેશ માવી 10 વર્ષથી સુરત સચિન જીઆઇડીસી વિસ્તારમાં કડીયા કામ કરી 4 બાળકો સહિત પત્નીનું ગુજરાન ચલાવી રહ્યા છે. બપોરે 12 વાગ્યાના અરસામાં 3 વર્ષીય સંતોષ ઘર બહાર અન્ય બાળ મિત્રો સાથે રમતો હતો.

ત્યારે અચાનક એક રખડતા શ્વાને હુમલો કર્યો હતો. 5 બાળકો પૈકી સંતોષના માથાને શ્વાને પોતાના જડબામાં પકડી લીધું હતું.શ્વાનના હુમલાને જોઈ દોડી આવેલા સ્થાનિક લોકોએ મહામુસીબતે શ્વાનના મોઢામાંથી સંતોષને છોડાવવામાં આવ્યો હતો.

શ્વાને માથાની બધી ચામડી ચીરી નાખી હતી. ખૂબ ગંભીર રીતે શ્વાને હુમલો કર્યો હતો. લોકો દોડી આવ્યા ન હોત તો આજે માસુમ સંતોષ શ્વાનનો શિકાર બની ગયો હોત.સંતોષના માથા પર 4 ઘા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા બાળકને માતા-પિતા તાત્કાલિક સારવાર માટે સિવિલ લઈ ગયા હતા.

પીડિત બાળકના પિતાએ કહ્યું હતું કે, શ્વાન ઘર નજીક આવી ગયું હતું. હાલ શ્વાન ક્યાં ગાયબ થઈ ગયું એ બાબતની પણ ખબર નથી.