ચંદ્રયાન 3ની ડિઝાઇન બનાવવાનો દાવો કરનાર સુરતના મિતુલ ત્રિવેદી નો ભાંડો ફૂટ્યો …જુઓં કયો કયો ગુનો દાખલ કરવામાં આવશે ???

સુરત (Surat ): ચંદ્રયાન-3ની ડિઝાઇન બનાવવાનો દાવો કરનાર સુરતના મિતુલ ત્રિવેદીનો ભાંડો ફૂટવાની તૈયારીઓ હોવાનું સામે આવી રહ્યુ છે.  મિતુલ ત્રિવેદી પોતે ઇસરો સાથે સંકળાયેલો હોવાનો દાવો કરતો હતો. જેને લઇ સુરત પોલીસે કેટલાક પુરાવા ચકાસણી કરવા માટે ઇસરો બેંગલોર મોકલ્યા છે.

સૂત્રોની આધારભૂત માહિતી પ્રમાણે, સુરત ક્રાઇમ બાંચે મિતુલ ત્રિવેદીને સોમવારની મોડી રાતે પૂછપરછ માટે બોલાવ્યો હતો.. ક્રાઈમ બ્રાન્ચની પ્રાથમિક પૂછપરછમાં જ મિતુલ ત્રિવેદી ફ્રોડ હોવાની વિગતો સામે આવી છે. ક્રાઈમ બ્રાન્ચ હવે મિતુલ ત્રિવેદીની ડિગ્રીઓ અને અન્ય કોઈની સાથે ઠગાઈ કરી છે કે કેમ તે દિશામાં તપાસ હાથ ધરશે.

મિતુલને આજે પણ ક્રાઇમ બ્રાંચ ફરીથી બોલાવે તેવી શક્યતાઓ રહેલી છે. ઇસરોએ આ અંગે જણાવતા કહ્યુ છે કે, મિતુલ ત્રિવેદી નામનો કોઈ વ્યક્તિ તેમની સાથે સીધી કે આડકતરી રીતે સંકળાયેલો નથી. આ કોઈ બનાવટી વ્યક્તિ છે.  ચંદ્રયાન-3ની સફળતા બાદ સુરતના કથિત ઇસરોના સાયન્ટિસ્ટ મિતુલ ત્રિવેદીએ ચંદ્રયાન-3 ની ડિઝાઈન પોતે બનાવ્યાનો દાવો કરતી ઓડિઓ ક્લીપ વહેતી મુકી હતી.

સુરતનો વ્યક્તિ ચંદ્રયાન સાથે જોડાયેલા હોવાનું જાણીને લોકો પણ ઉત્સાહમાં આવી ગયા હતા. વૈજ્ઞાનિક ગણાવતા મિતુલ ત્રિવેદી સામે 420-467-468, 471 જેવી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવી શકે તેવી તૈયારી કરાઈ રહી હોવાનું જાણવા મળ્યું છે.