સુરતમાં યુવતીએ ભાગીને લગ્ન કરતા તેની બહેનપણીને નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવામાં આવ્યો જેના કારણે યુવતીએ એસિડ ગટગટાવી કર્યો આપઘાત..

સુરત (Surat ): શહેરના ડીંડોલી વિસ્તારમાં રહેતા પરિવારની યુવતી અન્ય યુવક સાથે ભાગી જતા યુવતીની બહેનપણી નિર્વસ્ત્ર કરી ઢોર માર મારવામાં આવ્યો.જેના કારણે યુવતીએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો.જ્યાં ન્યાયની માંગ સાથે ગરીબ પરિવારે પોલીસ કમિશનરના દ્વાર ખખડાવી આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.

સુરતના  શ્રદ્ધા સોસાયટીમાં રહેતા અને કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા વિષ્ણુકુમાર બદરીલાલ તૈલી પોતાની પત્ની અને બાળકો સાથે ન્યાયની માંગ લઈ અઠવાલાઇન્સ સ્થિત પોલીસ કમિશનર કચેરીએ પોહચ્યા હતા.જ્યાં કમીશ્નર કચેરીમાં પરિવારે લેખિતમાં ફરિયાદ આપી આરોપીઓ સામે કાર્યવાહીની માંગ કરી છે.

વિષ્ણુકુમાર બદરીલાલ તૈલીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભરત મોરે અને શાંતારામ મોરેએ મારી દીકરીનું અપહરણ કર્યું હતું.ત્યારબાદ બંધ ઘરમાં બંધક બનાવી નિર્વસ્ત્ર કરી માર માર્યો હતો. જેના કારણે મારી દીકરીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.આ દરમિયાન સારવાર હેઠળ રહેલી યુવતીનું બે દિવસ અગાઉ હોસ્પિટલના બિછાને લાંબી સારવાર બાદ મોત નિપજ્યું છે.જ્યાં ન્યાયની માંગ સાથે સુરત પોલીસ કમિશનર કચેરીએ લેખિતમાં ફરિયાદ આપી રજુવાત કરવામાં આવી છે.