અમદાવાદના કુશ પટેલે લંડનમાં કર્યો આપઘાત,11 દિવસ બાદ તો લાશ મળી, જાણો શું હતું કારણ???

અમદાવાદ (Amdavad ): મળતી જાણકારી મુજબ ,અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં રહેતો કુશ પટેલ ગત વર્ષે સ્ટુડન્ટ વિઝા પર લંડન ગયો હતો. ગત વર્ષે 2022 ના વર્ષે તેણે લંડનની યુનિવર્સિટીમાં બિઝનેસ મેનેજમેન્ટના કોર્સમાં એડમિશન લીધું હતું.

પરંતું 10 ઓગસ્ટથી કુશ પટેલનો કોઈ સંપર્ક થયો નથી. તે 10 ઓગસ્ટ બાદથી કોઈને જોવા મળ્યો નથી. અમદાવાદમાં રહેતા તેના માતાપિતા આ કારણથી ચિંતાતુર બન્યા હતા. તેથી તેના માતાપિતાએ લંડનની વેમ્બલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી. લંડન પોલીસ છેલ્લા 10 દિવસથી કુશ પટેલે શોધી રહી હતી. તેના લોકેશન તથા સીસીટીવી ફૂટેજ મોકલ્યા હતા. જેના આધારે તે છેલ્લા લંડન બ્રિજ પાસે હોવાનું દેખાયુ હતું.

અંતે 19 ઓગસ્ટે મોડી રાતે લંડન બ્રિજના છેડાથી કુશ પેટલની લાશ મળી હતી. કુશ પટેલના કપડા પરથી તેની ઓળખ થઈ હતી. કારણ કે, તેનું આખું શરીર અને ચહેરો સડી ગયો હતો. જેના કારણે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી.કુશની આત્મહત્યા બાદ પરિવાર ભાંગી પડ્યો હતો. પરિવારે મૃતદેહ ભારત લાવવા પ્રયાસો શરૂ કર્યા હતા.

જોકે, મૃતદેહ ભારત લાવવા 25 લાખ રૂપિયાનો ખર્ચો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પરિવાર મૂંઝવણમાં મુકાઈ ગયો હતો. કેમ કે, એક તરફ તેમણે લાડલો દીકરો ગુમાવ્યો છે અને હવે આટલો આર્થિક બોજો ઉઠાવી શકે તેવી પરિવારની સ્થિતિ નથી. પ્રાથમિક તપાસમાં તેણે આર્થિક સંકડામણના કારણે લંડન બ્રિજ પરથી ઝંપલાવી જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે, એકનો એક દીકરો ગુમાવ્યોને કારણે અમદાવાદમાં રહેતા તેના પરિવારમાં માતમ છવાયો છે.