સુરતમાં બિલ્ડરે બેંકમાંથી લોન લઈ હપ્તા ન ચૂકવતા 176 ફ્લેટ સીલ કરવા નોટીસ,ફ્લેટ ધારકોના હાથ પગ પેટમાં ગયા,

સુરત(surat):રાજ્યમાં અવાર નવાર છેતરપીંડી તથા કૌભાંડ સામે આવતા હોય છે,સુરતમાં વધુ એક બિલ્ડર નું કૌભાંડ સામે આવ્યું છે,સુરતના બમરોલી વિસ્તારમાં આવી જ એક છેતરપિંડીનો બનાવ બન્યો છે. બિલ્ડરે બેંકમાંથી લોન લઈ લીધા પછી હપ્તા ન ભરતા બેન્કે ફ્લેટ સીલ કરવાની નોટીસ આપતા  176 ફ્લેટધારકોના જીવ તાળવે ચોંટી ગયા છે.

10 વર્ષ પહેલાં બનાવાયેલાં શ્લોક આર્કેડમાં ફ્લેટ ખરીદનાર 176 ફ્લેટધારકો બિલ્ડરના કાળા કામને  કારણે બેઘર થવાને આરે ઉભા છે. 9.54  કરોડ રૂપિયા લઇ આ ફ્લેટ વેચ્યા બાદ, આ ફ્લેટ ઉપર નાસિક મર્કન્ટાઇલ બેન્કમાંથી 10 કરોડની બારોબાર લોન લોધી હતી ,અને  હપ્તો નહિ ભરતાં બેન્ક દ્વારા ફ્લેટ સીલ કરવા માટે નોટીસ ફટકારવામાં આવી હતી.

નવીન પટેલ અને મનોજ સિંગાપુરી વિરૂદ્ધ ભોગ બનેલાં ફ્લેટધારકોએ સી.આઇ. ડી. ક્રાઇમમાં દસ્તક દીધી હતી.રહીશોની જાણ બહાર આ ફ્લેટ બેન્કમાં મોર્ગેજ મૂકી 10 કરોડની લોન લઇ લીધી હતી. આ લોન ભરપાઇ નહિ કરવામાં આવતા બેન્ક કબજો લેવાની તૈયારી કરતાં ફ્લેટ ધારકોના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.

176 ફ્લેટધારકો દ્વારા અમદાવાદ સી.આઇ.ડી. ક્રાઇમને ફરિયાદ કરવામાં આવી હતી,સી.આઇ.ડી. ક્રાઇમે ગુનો આ નોંધ્યો હતો, અને બંનેને પકડવા માટે તેમના ઘરે રેડ કરી હતી. પોલીસની ટીમને જોકે બંને તેમના ઘરે મળી આવ્યા ન હતા. ગુનો નોંધાવવાનો અણસાર આવી ગયો હોય ઘણાં સમય પહેલાં જ બંને અંડરગ્રાઉન્ડ થઇ જ ગયા હતા.