સુરતમાં બે સગી બહેનોનાં મોત: ઘરેથી રમવા ગયેલી બાળકીઓ તળાવમાં ડૂબી, દીકરીઓનાં મોતથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો.

સુરત(surat):અવાર નવાર નાના બાળક ને રમતા રમતા ઈજા પહોચવાના કિસ્સા સામે આવતા હોય છે,એવો જ એક કીસ્સો સુરત શહેર માં સામે આવ્યો છે.સુરતના હજીરામાં તળાવમાં ડૂબી જતાં બે સગી બહેનનાં મોત થયાં હોવાની ચકચારી ઘટના બની છે. પરિવાર સહિત સમગ્ર વિસ્તારમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આ ઘટનાની જાણ પોલીસને થતાં હજીરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી બંને બહેનોના મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક ઘટના સામે આવી છે. હજીરા વિસ્તારમાં આવેલા AMNS ટાઉનશિપની અંદર આવેલા તળાવમાં એક છ વર્ષની અને નવ વર્ષની બે સગી બહેનો ડૂબી જતાં મોતને ભેટી છે.

ટાઉનશિપમાં ઘર બહાર બંને બહેનો રમવા ગઈ હતી. રમતાં રમતાં નજીકના તળાવમાં બંને ડૂબી ગઈ હોવાની ઘટના બની છે.ઘટનામાં છ વર્ષની રેણુપ્રિયા મહેન્દ્ર વેલાઈદમ અને નવ વર્ષની કીગુલવેની મહેન્દ્ર વેલાઈદમનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું છે. બંને બાળકી ઘર નજીક રમવા ગઈ હતી. ત્યાર બાદ મોડી સાંજ સુધી ઘરે પરત ન ફરતાં પરિવાર દ્વારા બંનેની શોધખોળ કરવામાં આવી હતી.શોધખોળ બાદ બંને બાળાઓ તળાવમાંથી મૃત હાલતમાં મળી આવી હતી.

બંને બાળાને તળાવમાંથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે પોલીસને જાણ થતાં હજીરા પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.પોલીસે બંને બાળકીના મૃતદેહનું પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી.