વડોદરાની યુવતીનું કેનાલમાં ડૂબવાથી મોત, પિતાનો આક્ષેપ- ‘મારી દીકરીનું ડૂબવાથી મોત નથી થયું હત્યા કરવામાં આવી છે ..

વડોદરા (Vadodra ):, તા.20 માર્ચ 23ના રોજ દીકરીની હત્યા કરીને લાશ તેની કેનાલમાં ફેંકી દેવામાં આવી હતી. જોકે, પોલીસ દ્વારા દીકરીનું ડૂબી જવાથી મોત થયું હોવાનું જણાવી રહી છે. મોતને ભેટેલી આમલીયારા ગામની યુવતીના પિતાનું મન હજુ માનવા તૈયાર નથી. તેઓ કહે છે કે ‘મારી દીકરીનું ડૂબવાથી મોત થયું નથી, તેની હત્યા કરી લાશ ફેંકી દેવામાં આવી છે’

મળતી જાણકારી મુજબ ,તા. 20 માર્ચ 23ના રોજ તે નોકરી ગઇ હતી. તે દિવસે તે મોડી સાંજ સુધી ઘરે પરત ફરી ન હતી. આથી પરિવારજનોએ તા. 21 માર્ચ 23ના રોજ બાપોદ પોલીસ મથકમાં ગૂમ થયાની જાણ કરતી અરજી આપી હતી. દરમિયાન તા. 23 માર્ચ 23ના રોજ તેની લાશ વડોદરા નજીક છાણી કેનાલમાંથી મળી આવી હતી .

પરંતુ પિતા ખરકપાલ શર્માએ એવો પણ આક્ષેપ કર્યો હતો કે,મુરલીપુરા ગામ પાસેની કેનાલમાં તા. 20 માર્ચ 23ના રોજ એટલું પાણી ન હતું કે મારી દીકરીનું ડૂબી જવાથી મોત થાય. તેના કમર ઉપરનો પટ્ટો કેવી રીતે આવ્યો તે પણ રહસ્ય છે. તેના ચહેરો તેજાબ (એસિડ) બળી ગયેલો હતો. જે તમામ શંકા ઉપજાવે છે.

દીકરીને ન્યાય મળે તે માટે એક પિતાએ વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, રાષ્ટ્રીય મહિલા આયોગ, રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી તેમજ શહેર-જિલ્લાના પોલીસ અધિકારીઓને લેખિત-મૌખિક રજૂઆતો કરી છે.