અબજોપતિ નબીરાની આ હરકતો જોઈને તમે પણ કહેશો કે આને તો અહીં જ ફાંસી આપો: કેમેરા સામે કીધું, ‘થાય તે કરી લો’

અમદાવાદ (Amdavad ):અમદાવાદના ઇસ્કોન બ્રિજ પરના ગોઝારો અકસ્માતમાં 9 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. આ અકસ્માતમાં કારચાલક તથ્ય પટેલ સાથે તેના 5 મિત્રો હતા, જેમાં 3 યુવતી અને 2 યુવક હતાં. ઘટનાસ્થળે લોકોએ તો નબીરાઓને ઘેરીને પોતાનો રોષ ઠાલવ્યો પણ મિત્રો પોતાનો જીવ બચાવીને ફરાર થઈ ગયા હતા.

જયારે પોલીસ સ્ટેશનમાં  હીરોની જેમ ફૂંક મારીને પોતાના વાળ લહેરાવી રહેલો વીડિઓ સામે આવ્યો હતો અને  પોલીસ સ્ટેશનમાં જ કેમેરા સામે જોઈને કહી રહ્યો છે કે થાય એ કરી લો. અબજોપતિ નબીરાની આ હરકતો જોઈને તમને પણ  ગુસ્સો આવશે  અને કહેશો કે આને તો અહીં જ ફાંસી આપો.  અમદાવાદના આ અબજોપતિ નબીરાઓ 85 લાખ રૂપિયાની જેગુઆર લઈને રેસ લગાવવા નીકળ્યા હતા.

આ નબીરાઓ પોલીસ સ્ટેશનમાં હાજર થયા ત્યારે તેમના પગમાં જે ચપ્પલ છે તે એક જોડી શૂઝની કિંમત અંદાજે સાડા ત્રણ હજાર રૂપિયા છે.  આ નબીરાઓ ઘરમાં પહેરવા માટેનાં ચપ્પલ પણ સાડા ત્રણ હજાર રૂપિયાનાં પહેરે છે અને  કાયદા તોડવાનું લાઈસન્સ લઈને જન્મયા હોય તેમ બિદાસ્ત થઈને રેસ લગાવવા માટે 1-1 કરોડની મોંધી કાર લઈને નીકળે છે, એટલું જ નહીં, અબજોપતિ નબીરાઓની  એક ટી-શર્ટની કિંમત 6500 રૂપિયા છે.