વડોદરા (Vadodra ): આપઘાતના કિસ્સા તો ઘણા સામે આવે છે પરંતુ આ બનાવ માં જ પોતાની દિકરીઓને પોતાના હાથે મારી નાખે છે.. મળેલી માહિતી પ્રમાણે બી. 66 અક્ષતા કો. હાઉસિંગ સોસાયટીમાં ત્રણ મજલી મકાનના બીજા માળે 20 દિવસ પહેલાં દક્ષાબેન તેમની બે દીકરી સાથે ભાડે રહેવા માટે આવ્યા હતા. દક્ષાબેન ચૌહાણે પોતાની બે દીકરીને ઝેરી દવા પીવડાવી અને ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી. બાદમાં પોતે પણ ફાસો ખાઇ આપઘાતનો પ્રયાસ કરતા સનસનાટી મચી ગઈ છે.
દક્ષાબેનને 15 વર્ષ પહેલા ડિવોર્સ થઈ ગયા હતા. વિરમગામમાં સાસરૂ હતું. હજી થોડા સમય સુધી દક્ષાબેન તેમના પિતા ભેગી જ રહેતી હતી. આથી તેને ચિંતા થતી હતી કે મારું કોણ? થોડા સમયથી જ જુદા પડીને ભાડાના મકાનમાં રહેવ આવ્યા હતા
વહેલી સવારે 6 વાગ્યાના સુમારે દક્ષાબેનના ઉપરના માળે ભાડે રહેતી એક છોકરીએ એક યુવાનને દક્ષાબેનના ઘરમાંથી નીકળતા જોયો હતો. તેઓએ ચોર સમજી બુમરાણ મચાવી હતી. દરમિયાન યુવતી દક્ષાબેનના ઘરમાં તપાસ કરવા જતાં તેણે દક્ષાબેનને ફાંસો ખાધેલી હાલતમાં જોતાં તેઓને ઉતારી બે લાફા પણ ઝીકી દીધા હોવાનું જાણવા મળ્યું હતું.
દક્ષાબેને છેલ્લો ફોન ફઈની દીકરી નિલમ મકવાણાને કર્યો હતો. આજે ઘટનાની જાણ થતા નિલમ અમદાવાદથી વડોદરા દોડી આવી હતી. તેણે જણાવ્યું હતું કે, દક્ષાબેને મને રાતે ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, શું કરે છે, આથી મેં કહ્યું કે, ટાઇમ જો કેટલા વાગ્યા છે શું કરતી હોઇશ. આથી દક્ષાબેને કહ્યું હતું કે, મોબાઈલમાં ટાઇમ સેટ નથી એટલે ખબર નથી કેટલા વાગ્યા. નિલમે કહ્યું કે, રાતના ત્રણ વાગ્યા છે. આથી દક્ષાબેને કહ્યું કે, ઠીક છે તો સૂઇ જા.
માતાના હાથે મોતને ઘાટ ઉતારાયેલી બે દીકરીઓ પૈકી મોટી દીકરી હની ટી.વાય. બીકોમમા અભ્યાસ કરતી હતી. જ્યારે નાની દીકરી શાલિની ધોરણ 9માં અભ્યાસ કરતી હતી. બંને દીકરીના હાથ-પગ બાંધી ઝેરી દવા પીવડાવી હતી. પરંતુ, દીકરીઓ ન મરતાં તેઓના ગળા દબાવી મોતને ઘાટ ઉતારી દેવામાં આવી હતી.
દક્ષાબેનને 15 વર્ષ પહેલા ડિવોર્સ થઈ ગયા હતા. વિરમગામમાં સાસરૂ હતું. હજી થોડા સમય સુધી દક્ષાબેન તેમના પિતા ભેગી જ રહેતી હતી. આથી તેને ચિંતા થતી હતી કે મારું કોણ? થોડા સમયથી જ જુદા પડીને ભાડાના મકાનમાં રહેવા આવ્યા હતા .