સુધાજી શાક બનાવવાની સાથે સાથે જલ્દી લોટ પણ બાંધી રહ્યા હતા, ત્યારે જ એની વહુ નીલમ જેના લગન હજી થોડા સમય પહેલા જ તેના દીકરા મયુર ની સાથે થયા હતા

સુધાજી શાક બનાવવાની સાથે સાથે જલ્દી લોટ પણ બાંધી રહ્યા હતા. ત્યારે જ એની વહુ નીલમ જેના લગન હજી થોડા સમય પહેલા જ તેના દીકરા મયુર ની સાથે થયા હતા તે સુધાજી પાસે આવીને બોલી મમ્મી જી 9 વાગવા આવ્યા છે હજી ખાવાનું બન્યું નથી …એને ઓફિસે જાવાનું મોડું થાય છે ..ઉતાવળથી હાથ ચલાવો. જ્યારે જોવ ત્યારે ધીરે ધીરે જ કામ કરો છો.. નીલમની આવી વાતો સાંભળીને સુધાજીના આંખમાં આંસુ આવી ગયા.. ગઢપણને કારણે એના હાથ ઉતાવળ થી ચાલતા ન હતા. તો પણ તેને જલ્દીથી લોટ બાંધીને રોટલી બનાવવાની શરૂ કરી.. જ્યારે રોટલી બની ગઈ ત્યારે નીલમે એક થાળીમાં પોતાની અને પોતાના પતિ માટે ખાવાનું લઈને પોતાના રૂમમાં ચાલી ગઈ. થાળીમાં ખાવાનું પરોસતી વખતે તેણે એકવાર પણ ન વિચાર્યું કે ના પૂછ્યું કે મમ્મી તમે ખાશો ?

રોટલી બનાવતા તે મનમાં ને મનમાં જ વિચારી રહ્યા હતા કે કેટલો ફરક આવી ગયો છે પહેલાના અને અત્યારના સમયમાં…
જ્યારે પોતે વહુ બનીને આવ્યા હતા ત્યારે સમય કંઈક અલગ જ હતો ..એ સમયમાં વહુ પોતાના સાસુની બહુ જ ઈજ્જત કરતી હતી .સાસુને મા ની જેમ જ સમ્માન અને આદર આપતી હતી. રસોઈ બનાવીને બધાની પહેલા તેના સાસુ અને સસરા ને ખવડાવતી હતી.. સાસુ પલંગ પર આરામ કરતા કરતા હુકુમ ચલાવતા હતા અને વહુ આખો દિવસ કામ કરતી રહેતી હતી કોઈ પણ વહુ ની એવી હિંમત થતી કે એક ક્ષણ માટે પણ બેસીને આરામ કરે. અને ક્યારેક થોડા સમય માટે આરામ કરવા માટે બેસી જાય તો પણ સાસુ ક્યારેક તેની પાસે બટેટાની વેફર બનાવવાનુ તો ક્યારેક ચકરી બનાવવા માટે કહી દેતા ..અને મહેમાનો આવ્યા હોય કે જ્યારે પણ સાસુ ને કંઈ ખાવાનું મન થતું તો સુધાજી એને તરત જ બનાવી દેતા અને બધાને જમાડીને જ સુધાજી પોતે જમતા હતા. પરંતુ જ્યારે તે જમવા બેસતા ત્યારે બધું ઠંડુ થઈ જતું..

ત્યારે તે મનમાં ને મનમાં વિચારતી હતી કે જ્યારે દીકરાના લગ્ન થશે ત્યારે ગરમા ગરમ રોટલી ખાવાની મળશે. પરંતુ મનમાં વિચારેલું ક્યાં કોઈ દિવસ થાય છે.. જ્યારે દીકરાના લગ્ન કર્યા તો વહુ પણ એવી આવી કે તે તેના સાસુ કરતા પણ તેજ હતી. સુધાજી ના સમજાવવા છતાં નીલમ કોઈ દિવસ પણ સવારે 9:00 વાગ્યા પહેલા જાગતી ન હતી. ત્યારે તેનાથી હારીને તેને જ ખાવાનું બનાવવું પડતું હતું.

જ્યારે સુધાજી તેના સાસુને નીલમ વિશે કહેતા ત્યારે તેના સાસુ પણ ગુસ્સામાં કહેતા કે વહુ મારો અધિકાર તારી પર છે તારી વહુ પર નહીં. અને જ્યારે તેના દીકરા મયુર ને કહેતી ત્યારે એનો દીકરો કહેતો કે મમ્મી તમારા બંનેની વચ્ચે હું કાંઈ નહીં બોલું. તમારે ખાવાનું બનાવી દેવું હોય તો દેજો નહિતર હું ભૂખ્યા પેટે જ ઓફિસે ચાલ્યો જઈશ.. ત્યારે દીકરાની મમતાને કારણે તે ખાવાનું બનાવવા લાગી જતા.

એક દિવસ એની તબિયત ખૂબ જ ખરાબ હતી એનું મન રસોઈ બનાવવાનું બિલકુલ ન હતું. તેમ છતાં પણ દીકરો ભૂખ્યો ઓફિસે ના જાય તેના કારણે તે દુઃખી મનથી જ રસોઈ બનાવવા લાગ્યા.. જ્યારે રસોઈ બનીને તૈયાર થઈ ગઈ તો નીલમ ફટાફટ રસોડામાં આવીને તેનું અને તેના પતિનું જમવાનું થાળીમાં કાઢી રહી હતી ત્યારે તેના સસરા પાણી પીવા માટે રસોડામાં આવે છે.. ત્યારે તેની પત્નીનો દુઃખી ચહેરો જોઈને તે નીલમ ને કહે છે કે જ્યાં સુધી તારી સાસુ છે ત્યાં સુધી આરામથી ખાવાનું ખાઈ લે કેમ કે તારી વહુ આવી ગયા પછી તારે તારી વહુ અને દીકરાને જમાડીને જ જમવું પડશે..

આ સાંભળીને નીલમ કહે છે કે મારાથી કોઈની સેવા નહીં થાય મને તો બસ મસ્તીમાં જ જીવન જીવવાનો આનંદ આવે છે.. ખાવું, પીવું અને મોજ કરવાની…

વહુ આ ઉપરવાળો બધું જ જોવે છે. જ્યારે કાલે તારી વહુ પણ તારી જેવી જ આવશે ત્યારે તું શું કરીશ …વહુ ક્યારેક ક્યારેક માણસને એવું મળી જાય છે જેવું એણે ક્યારેય વિચાર્યું પણ નથી હોતું. જેવું તારી સાસુની સાથે થયું જો તું અત્યારે તારા સાસુનું દર્દ નહીં સમજી શકે તો તું લાખ કોશિશ કરી લે સારી વહુ લાવવાની પરંતુ તને પથ્થર દિલ વહુ જ મળશે… કેમ કે માણસ જેવું કર્મ કરે છે તેવું જ ફળ મળે છે.. દીકરી મારી તો ફરજ હતી તેને સમજાવવાની આગળ તારી મરજી.

સસરા ની વાતો સાંભળીને નીલમ બધું જ સમજી ગઈ હતી.. ત્યારે તે સુધાજી ને કહે છે કે મમ્મીજી તમે આરામ કરો ખાવાનું હું બનાવી નાખીશ. વહુ ની વાત સાંભળીને સુધાજી આશ્ચર્ય થી એની તરફ જોવા લાગ્યા ત્યારે નીલમે હસીને કહ્યું કે, મમ્મીજી હું નાદાન હતી તમારું દુઃખ સમજી ના શકી. તમે ઘડપણમાં પણ કામ કરતા રહ્યા અને હું આરામથી પોતાની જિંદગી જીવતી રહી.. આજે પપ્પા ની વાતોથી મને ખૂબ જ શીખવા મળ્યું છે આજથી હું કામ કરીશ અને તમે આરામ કરશો ત્યારે જ મને સેવા કરવાવાળી વહુ મળશે… તમે રૂમમાં જઈને આરામ કરો ખાવાનું હું બનાવી આપીશ અને તમારું ખાવાનું પણ ત્યાં જ લઈને આવીશ ..

નીલમ ની વાતો સાંભળીને સુધાજીના ચહેરા પર સ્મિત આવી ગયું હતું અને સુધાજી ઈશારો ઈશારોમાં જ તેના પતિનો આભાર માનતા તેણે પોતાની વહુ નીલમને પ્યારથી ગળે લગાડી.

તો મિત્રો તમને આ સ્ટોરી કેવી લાગી તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને જો પસંદ આવી હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં