અનિયમિત પિરીયડ્સથી ફટાફટ વધે છે વજન, રેગ્યુલર કરવા રોજ પીવો ‘આ’ પાણી

ઘણી બધી છોકરીઓ ઇરેગ્યુલર પિરીયડ્સને કારણે હેરાન થતી હોય છે. પિરીયડ્સ અનિયમિત આવવાને કારણે સ્વાસ્થ્યને અનેક ઘણી તકલીફ થાય છે. જો કે પિરીયડ્સ રેગ્યુલર આવવા ખૂબ જરૂરી છે. પિરીયડ્સ રેગ્યુલર ના હોય  તો તમારું વજન પણ વધી શકે છે. વજન વધવા પાછળ આ એક કારણ પણ જવાબદાર હોય છે. આમ, જો તમે પણ આ સમસ્યાથી કંટાળી ગયા છો તો આ ઘરેલું ઉપાયો તમારા માટે સૌથી બેસ્ટ છે.

  • પિરીયડ્સને રેગ્યુલર કરવા માટે જીરું સૌથી બેસ્ટ છે. જીરું તમને ગરમ પણ પડતુ નથી. ઘણાં લોકોની તાસીર ગરમ હોય તો જીરું તમે ઉપયોગમાં લઇ શકો છો. આ માટે તમે રોજ સવારમાં જીરાનું પાણી પીવો. આ માટે તમે રોજ રાત્રે બે ચમચી જીરું 1 ગ્લાસ પાણીમાં પલાળી લો. ત્યારબાદ આ પાણીને તમે રોજ સવારમાં પી લો. આ પાણી પીવાથી સ્વાસ્થ્યને પણ અનેક લાભ થાય છે. જીરાનું આ પાણી તમારું વજન પણ ઘટાડે છે.
  • પપૈયુ હેલ્થ માટે સૌથી વધારે ફાયદાકારક છે. આ માટે તમે રોજ એક પ્લેટ દિવસમાં ગમે ત્યારે ખાવાનું રાખો. પપૈયાની તાસીર ગરમ હોય છે જે પિરીયડ્સને રેગ્યુલર કરવાનું કામ કરે છે. પિરીયડ્સને રેગ્યુલર કરવા માટે તમે રોજ એક મહિના સુધી પપૈયુ ખાઓ. પપૈયુ તમે પિરીયડ્સમાં થાવો ત્યારે ખાવાનું નથી.
  • તમને ખ્યાલ જ હશે કે તજ સ્કિન અને હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે. તજમાં રહેલા અનેક ગુણો તમારી હેલ્થને ફાયદો પહોંચાડવાનું કામ કરે છે. તજમાં એન્ટીસેપ્ટીક અને એન્ટીએન્જીંગ ગુણો હોય છે જે તમારા હોર્મોન્સને બેલેન્સ કરવાનું કામ કરે છે. આ માટે તમે પાણીમાં તજનો પાઉડર નાંખો અને પછી આ પાણી પી લો. આ પાણી તમારે સતત એક મહિનો પીવાનું રહેશે. આ પાણી તમે રેગ્યુલર પીશો તો તમારા પિરીયડ્સ રેગ્યુલર થઇ જશે.

More news to explore