જેગુઆર કારની સ્પીડનો UKથી રિપોર્ટ આવ્યો,હવે પૈસાવાળા બાપનો તથ્ય ખાશે જેલની હવા,જાણો કેટલા વર્ષની થશે સજા?

અમદાવાદ(Amadavad):અમદાવાદમાં બ્રીજ પર થયેલા અકસ્માતે બધા જ લોકોની આંખોમાં આંસુ લાવી દીધા હતા,તેમજ સમગ્ર દેશમાં ખળભળાટ મચાવી દીધો છે,નિર્દોષ 10 લોકોના જીવ તથ્યની બેદરકારીને લીધે ગયા છે,બધાજ પરિવારની માંગ છે કે તથ્યને ફાસીની સજા જ થવી જોઈએ,ત્યારે જોઈએ કે હવે કોર્ટ શું સજા આપે છે.જેગુઆર કારનું રિપોર્ટ આવ્યા બાદ તથ્યની માનસિકતા છતી થઈ છે. આ સમગ્ર રિપોર્ટની અંદર કારનું એક્સિલેટર ફુલ સ્પીડે દબાયેલું હતું એવું સ્પષ્ટ થયું છે, એટલે કે કાર જ્યારે બ્રિજ ઉપર હતી ત્યારે 137 કિમી પ્રતિ કલાકની ઝડપે હતી.,જ્યારે 108 કિમીની સ્પીડે કાર ભટકાતી-ભટકાતી લોક થઈ ગઈ હતી.

તથ્ય પટેલે કારને બ્રેક મારવાનો બિલકુલ  પ્રયાસ કર્યો નહોતો, એવું પણ જેગુઆર કારના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. જેગુઆર કારનો રિપોર્ટ તથ્યની  અકસ્માત સુધીના સમયની કારની સ્થિતિ જેગુઆરના રિપોર્ટમાં સ્પષ્ટ થઈ છે, જે આ કેસની તપાસમાં નવો વળાંક લાવી શકે છે.

કારની કેટલી સ્પીડ હતી, એ જાણવા માટે અલગ-અલગ એજન્સીઓની મદદ લેવામાં આવી હતી, જેમાં હવે જેગુઆર કારનો યુકેથી રિપોર્ટ આવી ગયો છે. એ રિપોર્ટની અંદર અકસ્માત પહેલાં કારની સ્પીડ 137 પ્રતિ કલાક હતી, જ્યારે કાર લોકો સાથે અથડાઈ ત્યારે એની સ્પીડ રોકાતાં રોકાતાં 108 પ્રતિ કલાક થઈ હતી અને કાર ત્યાર બાદ લોક થઈ ગઈ હતી.

કારનો અકસ્માત થયો ત્યારે અને એ પહેલાં પણ બ્રેક પર પગ મૂકવામાં આવ્યો નહોતો. કાર ઓટોમેટિક બ્લોક થઈ હતી.તથ્યને કોર્ટમાંથી લઈ જવાયા બાદ ત્રણ છોકરી સહિત અકસ્માત સમયે તથ્ય સાથે રહેલા તેના મિત્રોને કોર્ટમાં લવાયાં હતાં. માલવિકા, શાન, શ્રેયા, ધ્વનિ અને આર્યનને કોર્ટમાં લાવવામાં આવ્યાં હતાં.

આ તમામની સાથે તેમના વાલીઓને  પણ  બોલાવવામાં આવ્યા હતા. 7 મા માળે રૂમમાં બેસાડ્યાં હતાં.આરોપીના ચારેય મિત્રોને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી.એ. પરમારની ચેમ્બરમાં લઈ જવાયાં હતાં. ત્યાં તેમના સાક્ષી તરીકે બધા જ  નિવેદન લેવાયાં હતાં.

સૌ પહેલા શ્રેયાને ચીફ જ્યુડિશિયલ કોર્ટમાં લઈ જવાઇ હતી. બીજા નંબરે શાન, ત્યાર બાદ ત્રીજા નંબરે ધ્વનિને અને છેલ્લે માલવિકાને નિવેદન લેવા બોલાવાઈ હતી. ચીફ મેજિસ્ટ્રેટની કોર્ટમાં તેમનાં નિવેદન લેવાયાં હતાં. અકસ્માત સમયે તથ્યની કારમાં સવાર તેના મિત્રોનાં સાક્ષી તરીકે નિવેદન લેવાયાં હતાં, જેનું વીડિયો રેકોર્ડિંગ કરાયું હતું.

 બ્રિજ પર અકસ્માતમાં એસજી 2 ટ્રાફિક પીઆઇ વી.બી.દેસાઈ ફરિયાદી બન્યા છે.,ત્યારે IPC 304, 279, 337, 338, મોટર વ્હીકલ એક્ટની કલમ 177, 184 આ ઉપરાંત માનવવધ કલમ 304 અને 279 બેજવાબદારીપૂર્વક વાહન ચલાવવા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે તેમજ 184 ઓવરસ્પીડમાં કાર ચલાવવાને લઇ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. લોકોના જીવ સાથે ચેડાં કરવા અને એમાં કોઈનું મોત નીપજતાં કલમ 377, 338 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.