તથ્ય પટેલનું ત્રીજું કારસ્તાન પોલીસના ચોપડે નોંધાયું, છ મહિના પહેલાં થર્ટી ફર્સ્ટની પાર્ટીમાંથી આવતા જેગુઆર ગાંધીનગરના એક મંદિરમાં ઘુસાડી દીધી હતી.

અમદાવાદ(Amadavad):અમદાવાદમાં થનારા બ્રીજ પરના અકસ્માતે સૌ કોઈને ધ્રુજાવી દીધા છે,બધા લોકોને તથ્ય પટેલ જે 9 નિર્દોષ લોકોનો ભોગ લીધો છે,તેના પર પણ ખુબ જ ગુસ્સે છે.9 લોકોનો જીવ લેનાર તથ્ય પ્રજ્ઞેશભાઇ પટેલે છ મહિના પહેલાં ગાંધીનગરના સાંતેજ પોલીસ મથકની હદમાં વાંસજડા ગામની ભાગોળે સાણંદ જતા મેઇન રોડ ઉપર આવેલ બળિયાદેવના મંદિરમાં પણ જેગુઆર ગાડી ઘુસાડી દીધી હતી. આ અકસ્માત પણ એટલો જોરદાર હતો કે મંદિરનો પિલર તૂટી ગયો હતો.

પ્રજ્ઞેશ પટેલના પૈસાના જોરે વૈભવી જીવન જીવતા તથ્ય પટેલનું વધુ એક કારસ્તાન પોલીસ ચોપડે નોંધવામાં આવ્યું છે,ઇસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જી 9 લોકોને મોતને ઘાટ ઉતારનાર તથ્ય પટેલ વિરુદ્ધ સિંધુ ભવન ખાતેના કાફેમાં કાર ઘુસાડી દેવાનો ગુનો નોંધાયા પછી ગાંધીનગરમાં પણ એ જ પ્રકારે તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે.

બળિયાદેવના મંદિરમાં પણ જેગુઆર ગાડી ઘુસાડી દઈ 20 હજારનું નુકશાન કર્યું હોવાનું સામે આવ્યું છે,તથ્ય થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા નીકળ્યો હશે અને આ અક્સ્માત કર્યો હતો,એવું અનુમાન પોલીસ દ્વારા સેવવામાં આવી રહ્યું છે.

મંદિરનો ધાબાનો ભાગ નમી ગયો હતો અને મંદિરને 20 હજારનું નુકસાન થયું હતું, તે વખતે મંદિરને નુકસાન કરનાર ગાડી નંબર કે અન્ય માહિતી ના હોઇ ગામમાંથી કોઇએ ફરિયાદ કરી ન હતી,તાજેતરમાં તથ્ય પટેલના કારનામા પ્રસિદ્ધ થયા હતા.જેમાં તથ્ય પટેલના મિત્રોએ  મંદિરમાં પણ કાર ઘુસાડી દીધી હોવાનું નિવેદન આપ્યું હતું.