કાલાવડ: એક સખ્સે મોબાઈલ નંબર લખેલ ચિઠ્ઠી યુવતી તરફ ફેકી, પછી કર્યું આવું

જામનગર જીલ્લા ના કાલાવડમાં શીતલા કોલોની વિસ્તારમાં રહેતા એક વેપારી આધેડ પર ત્રણ શખ્સો એ હુમલો કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે. પોતાની ભત્રીજી ને પરેશાન કરી રહેલા શખ્સને ટપારવા જતાં ઉશ્કેરાયેલા શખ્સ દ્વારા હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે કાલાવડ પોલીસ વધુ તપાસ ચલાવે છે. આ બનાવની વિગત એવી છે કે કાલાવડમાં સીતલા કોલોની વિસ્તારમાં રહેતા અને વેપાર કરતા પરેશકુમાર ચંદુલાલ વોરા (ઉ.વ. વર્ષ 50) એ કાલાવડ પોલીસમાં પોતાના ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે થોરાળા ગામના યશપાલસિંહ શીશાંગ ગામના હરદીપસિંહ તેમજ શીતલા કોલોની માં રહેતા રમજાન નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી પરેશકુમારની ભત્રીજી કે જે પોતાની નાની બહેનને સ્કૂલમાંથી લેવા માટે ગઈ હતી, જે દરમિયાન આરોપી યશપાલસિંહ એ પોતાના મોબાઈલ નંબર લખેલી ચીઠી યુવતી પર ફેંકી હતી. જે મામલે ગરમા ગરમી થયા પછી યુવતીના કાકા આરોપી યશપાલસિંહને સમજાવવા જતાં ત્રણેય ઉશ્કેરાયા હતા, અને આ હુમલો કરી દીધાનું પોલીસમાં જાહેર થયું છે. હાલ ત્રણેય આરોપી ભાગી છૂટ્યા હોવાથી કાલાવડ પોલીસ તેને શોધી રહી છે.

See also  ગૂગલે પહેલા 12 હજાર લોકોની લીધી નોકરી, હવે CEO સુંદર પિચાઈ સહિત વરિષ્ઠ અધિકારીઓનો પગાર ઘટશે