જામનગરના જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ રામાણીનું હાર્ટએટેકથી રાજસ્થાનમાં મોત.

જામનગર(jamnagar):રાજ્યભરમાં એટેકના બનાવ ખુબ જ બની રહ્યા છે,હાલ જામનગરથી જાણીતા ઉદ્યોગપતિ મહેશભાઈ રામાણીનું હાર્ટએટેકથી રાજસ્થાનમાં મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે.,66 વર્ષની ઉમરે મહેશભાઈને એટેકથી મોત થતા પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

મહેશભાઈ જામનગરના ખુબ જ જાણીતા ઉદ્યોગપતિ છે,મહેશભાઈ આર્યસમાજ જામનગર અને આર્ય વિદ્યાસભાના માનદ્દમંત્રી પદે, ધી કોમર્શિયલ કો.કો. બેંક ના જોઈન્ટ મેનેજીંગ ડાયરેક્ટર પદે, બૃહદ સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશીક સભાના કારોબારી સદસ્ય અને ગુજરાત પ્રાંતીય આર્ય પ્રતિનિધિ સભાના પ્રતિનિધિ, એમ.પી.શાહ ઉદ્યોગનગર એસો.ના ઉપપ્રમુખ પદે સેવા આપી રહ્યા હતા.

સમાજ સેવક મહાવીર દળ સ્મશાન વ્યવસ્થા સમિતિ – જામનગરના કારોબારી સદસ્ય આર્ય સેવા સંસ્થાના ખજાનચી પદે, વૈદિક સાહિત્ય પ્રકાશન મંડળના પ્રમુખ પદે, વૈદિક સાહિત્ય પ્રકાશન મંડળના પ્રમુખ પદે, ઉપરાંત જામનગર ચેમ્બર ઓફ કોમર્સ, જામનગરના આંમત્રિત સભ્ય, લાખોટા જળ સંચય અભિયાન સમિતિ, ભારત માતા આદર્શ ગરબી મંડળ ઉપરાંત અનેક સામાજીક તથા ઔદ્યોગિક સંસ્થાઓમાં સેવા આપી રહ્યા હતા.

મોટા ઔદ્યોગિક એકમનું સંચાલન કરેલ અને શહેરની નામી-અનામી અનેક સંસ્થાઓ સાથે જોડાઇને તેઓએ  ખુબ જ સેવા આપેલ હતી. મહેશભાઈ રામાણી તેમની પાછળ તેમના પત્ની નિમુબેન 3 પુત્રી રશ્મિબેન રાજેશભાઈ મોવલિયા , મિતલબેન યોગેશકુમાર ભાયાણી , શ્રધ્ધાબેન ઋષિકુમાર બરવાળીયાને છોડીને ચાલ્યા ગયા છે.