અમદાવાદ(Amedavad):ગુજરાતમાં વરસાદ આજ કાલ ખુબ જ ધૂમ મચાવી રહ્યો છે,ત્યારે અંબાલાલ પટેલ જુલાઈ મહિના માં ક્યાં ક્યાં ને કઈ કઈ તારીખે વરસાદ પડશે તેની આગાહી આપી છે.
આજથી 6 દિવસ તો હવે સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. કારણ કે સિસ્ટમ નબળી પડશે. જેના કારણે વરસાદની તીવ્રતા ઘટી જશે. પરંતુ ફરી એક વરસાદી સિસ્ટમ આવી રહી છે. ચોમાસાનું પહેલુ ડિપ ડિપ્રશેન આવશે. ગુજરાત સહિત દેશના અનેક ભાગને તરબોળ કરશે.
અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, આ જુલાઈ મહિનામાં એક પછી એક વરસાદી સિસ્ટમ આવ્યા કરશે. રાજ્યના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે. હજી પણ વરસાદી સિસ્ટમ આવી રહી છે. તેના કારણે પણ ભારેથી અતિભારે વરસાદ થશે.
14 તારીખની આસપાસ બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે. 15થી 20 જુલાઈમા ઉતર, મધ્ય અને દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અમુક વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા રહેશે.
19થી 22 અને 23માં ફરી ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યાર બાદ 25 જુલાઈ આસપાસ વધુ એક સિસ્ટમ આવશે. અને રાજ્યના ભાગો તરબોળ થશે. 12થી 14 જુલાઈના તડકો નિકળવાની શક્યતા છે. 17 જુલાઈ બાદ વરસાદ ફરી શરુ થશે અને ત્યાર બાદ કહેવુ મુશ્કેલ છે કે, ક્યારે તડકો નિકળશે.