ગુજરાતના પ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન,બાળપણમાં જ ગુમાવી હતી આંખો,સંગીતની દુનિયામાં શોક છવાયો.

આજે  પ્રખ્યાત ભજનિક લક્ષ્મણ બારોટનું નિધન થતા સંગીતની દુનિયામાં શોક છવાયો છે,તેમનું નિધન  આજે સવારે જામનગર ખાતે થયું છે.લોકગાયક અને ભજનીક લક્ષ્મણ બારોટ માત્ર ગુજરાતમાં જ નહી પરંતુ ભારત સહિત વિદેશોમાં પોતાના ભજનો માટે ખુબ જાણીતા હતા. તેમનાં ગુરુ ભજનીક નારાયણ સ્વામી હતા.

આજે વહેલી સવારે લક્ષ્મણ બારોટે જામનગર ખાતે અંતિમ શ્વાસ લીધા હતા.  લક્ષ્મણ બારોટ ભજનની દુનિયામાં એક ખૂબ જ જાણીતું નામ હતું. તેઓ દેશ અને વિદેશમાં પણ ભજનો માટે ખુબ જ જાણીતા હતા.,લક્ષ્મણ બારોટના અચાનક નિધનના કારણે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલા તેમનાં આશ્રમમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

લક્ષમણ બારોટે શ્રી શક્તિ ભજન પીઠાશ્રમ નામનું આશ્રમ આદિવાસી વિસ્તારમાં બનાવ્યું છે. આ આશ્રમની લક્ષ્મણ બારોટ ઘણી વખત મુલાકાત લેતા હતા. ઝઘડિયા તાલુકાના કૃષ્ણપુરી ગામમાં તેમનાં નિયમિત ડાયરા અને ભજનના કાર્યક્રમો યોજવામાં આવતા હતા.

બાળપણથી જ કોઢ નીકળ્યા હોવાને લીધે આંખો ગુમાવવી હતી.,અંધ હોવા છતાં પોતાના સૂરીલા અવાજ અને ભજનના લીધે દેશ જ નહીં વિદેશમાં પણ  ખુબ જ લોકપ્રિય બન્યા હતા.,તેમના પત્ની પણ પ્રજ્ઞાચક્ષુ હતા.