શ્રીનાથજીના દર્શન કરીને પરત ફરતા કારનું ટાયર ફાટતા એક જ પરિવારના 4 સભ્યોના દર્દનાક મોત…પરિવારમાં 3 વર્ષની દીકરી બની નોધારી.

આજ કાલ દેશભરમાં અકસ્માતના બનાવ ખુબ જ વધી રહ્યા છે,હાલ વધુ એક ખુબ જ દર્દનાક ઘટના સામે આવી છે,અકસ્માતની ઘટના ભીલવાડાથી પસાર થતાં અજમેર-ચિત્તોડગઢ હાઇવે  થી સામે આવી રહી છે,આ ઘટનામાં એક જ પરિવારના 4 સભ્યોએ પોતાના જીવ ગુમાવ્યા છે.

આ ઘટનામાં હાઇવે પર જતી કારમાં અચાનક જ કારનું ત્યાર ફાટી જતા ખુબ જ મોટો અકસ્માત સર્જાયો હતો,પરિવારના 4 સભ્યોનું મોત થયું હતું,આખો હાઇવે મોતની ચીચીયારી થી ગુંજી ઉઠ્યો હતો.અકસ્માતની ઘટના ભીલવાડાથી પસાર થતાં અજમેર-ચિત્તોડગઢ હાઇવે ઉપર આજરોજ સવારે બની હતી.

ઘટનામાં કારમાં સવાર માતા-પિતા અને તેમના પુત્ર અને પુત્રવધુનું મોત થયું છે. જ્યારે એક 3 વર્ષની માસુમ બાળકી ઘટનામાં ઈજાગ્રસ્ત થાય છે. એક જ પરિવારના ચાર સભ્યોના મોત થતા હવે પરિવારમાં માત્ર ત્રણ વર્ષની બાળકી એકલી બચી છે,પરિવારના સભ્યોનું મોત થતા બાળકી એકલી નોધારી બની છે.

મળતી માહિતી અનુસાર આખો પરિવાર નાથદ્વાર ખાતે મળતી માહિતી અનુસાર જાણવા મળી રહ્યું છે કે આખો પરિવાર નાથદ્વાર ખાતે શ્રીનાથજીના દર્શન કરીને અજમેર પરત ફરી રહ્યો હતો ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.રહ્યો હતો ત્યારે રસ્તામાં તેમને અકસ્માત નડ્યો હતો.

કારનું  ટાયર ફાટી જતા કરના ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો,અને કર ટ્રક સાથે અથડાઈ હતી, કારનો તો ભાંગીને ભૂકો થઈ ગયો હતો. આ ઘટનામાં કારમાં સવાર રાધેશ્યામ, તેમની પત્ની શકુંતલા દેવી, દીકરા મનીષ અને પુત્રવધુ યાશિકાનું મોત થયું હતું. જ્યારે મનીષ અને યાશિકાની ત્રણ વર્ષની દીકરી કિયા અને કારચાલક વિનોદ નામનો યુવક ઇજાગ્રસ્ત થયા હતા.

ડ્રાઈવર અને દીકરીને સારવાર માટે તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવામાં  આવ્યા હતા, ઘટનાની જાણ મૃતકોના પરિવારજનોને થતા જ આખો પરિવાર ઊંડા શોકમાં ગરકાવ થયો હતો.