જાણો નાતાલનું અને રોઝરી ચર્ચનો ઇતિહાસ

ક્રિસમસ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મ દિવસ. ઈશ્વર અવતરણનો દિવસ એટલે પ્રભુ માનવ બનીને બાળ ઈસુના રૂપમાં જન્મ લીધો છે. જન્મ એટલા માટે લીધો હતો કે, સર્વ લોકોને શાંતિ આપવા અને પ્રેમનો સંદેશ લઈને આવ્યા છે. દરેક ખ્રિસ્તી માટે પ્રભુ એક ઈશ્વર બનીને માનવને ઈશ્વર સુધી પહોચાડે છે. જેથી માનવ મુક્તિની યાત્રામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત દરેકને ઈશ્વર સાથે એકત્ર કરે છે, એ જ નાતાલ છે. નાતાલનો સંદેશો એ છે કે, દરેક માણસ આધ્યાત્મિક પંથે આગળ જતા દિવ્ય સ્વાભાવ, દિવ્ય પ્રેરિત બનીને એમનો સંદેશ સાંભળતા આગળ સારું જીવન જીવવા માટે જઈ શકે. અને ઈશ્વરે દરેક માટે જન્મ લીધો છે.

ઘણા ખ્રિસ્તીઓનું માનવું છે કે ઈશુનો જન્મ જૂના કરારમાં કરેલી તારણહારના જન્મની ભવિષ્યવાણીને સાર્થક કરે છે. ગોસ્પેલ ઓફ મેથ્યૂમાં પણ એવું વર્ણન કરવામાં આવ્યું છે કે કેટલાક સંતો અથવા તો ભવિષ્યવેતાઓ તાજાં જન્મેલાં બાળક (ઈશુ)ને સોનું, લોબાન-ધૂપ અને સુગંધી દ્રવ્યોની ભેટ લઇને જોવા મળવા આવ્યા હતા.

મુલાકાતીઓએ એમ જણાવ્યું હતું કે એક રહસ્યમય તારો કે જેને સામાન્યતઃ બેથલહેમના તારા તરીકે ઓળખવામાં આવે છે તેણે યહૂદીઓના રાજાના જન્મની જાહેરાત કરી હતી. આ મુલાકાતનું સ્મરણ મેજાઇને ઈશુનો સાક્ષાત્કાર તરીકે 6ઠ્ઠી જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે કેટલાક દેવળોમાં આ દિવસ નાતાલની મોસમની પૂર્ણાહૂતિ તરીકે ઉજવવામાં આવે છે. દરેકને પોતાની કરુણા અને કૃપા વરસાવાના છે.

નાતાલના સમયે ભક્ત પ્રાર્થના કરતા હોય છે કે ઈશ્વર દરેકને સાંભાળે અને દરેકનું સ્વાસ્થ્ય સારું રહે એવી પ્રાર્થના કરે છે. રોઝરી ચર્ચના ફાધર જેસુરાજે જણાવ્યું હતું કે, લગભગ 30 વર્ષ પહેલા રોઝરી ચર્ચની સ્થાપના (1990) કરવામાં આવી. રોઝરી ચર્ચનું નામ આ રીતે પડ્યું કે, પોતાના દીકરાને આ જગતમાં માનવી તરીકે લાવવા માટે ઈશ્વરે કન્યા મર્યાને પસંદ કર્યા હતા. તેઓ પવિત્ર છે. દેવદૂતના સંદેશમાં આપણે માનીએ છે કે, મા મરિયમ એ એક સ્ત્રીમાં સૌથો વાહલા છે, પાપ વગરના છે. એટલે તેઓ ઈશ્વરની નજીક રહ્યા છે.

નાતાલના સમયગાળા દરમિયાન લોકો તેમનાં ઘરોને સુશોભને છે અને ભેટ-સોગાદોની આપ-લે કરે છે. કેટલાક ખ્રિસ્તી સમુદાયોનાં પંથોમાં બાળકો ઈશુ ખ્રિસ્તના જન્મ દ્રશ્યને નાટક સ્વરૂપે ભજવે છે અથવા તો આ જ ઘટનાને લગતા નાતાલનાં પ્રાર્થના ગીતો ગાય છે. કેટલાક ખ્રિસ્તીઓ ઈશુ જન્મનાં દ્રશ્યનાં નાનાં પૂતળાં બનાવીને પોતાને ઘરે મૂકે છે. આને જન્મ દ્રશ્ય અથવા તો ખ્રિસ્ત જન્મની શિલ્પકૃતિ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઈશુના જન્મ સમયે હાજર રહેલાં ચાવીરૂપ પાત્રોને દર્શાવવામાં આવે છે. ઈશુ જન્મના દ્રશ્યની જીવંત ભજવણી અને ટેબ્લોમાં તેનું પ્રદર્શન પણ ભજવવામાં આવે છે. જેમાં સજીવ માનવી અને પ્રાણીઓનો ઉપયોગ કરીને આ દ્રશ્યને વધારે જીવંત બતાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.

નાતાલનું વૃક્ષનું સુશોભન એ મૂર્તિપૂજક પરંપરાનું ખ્રિસ્તીકરણ છે. અને શિયાળાના સમયમાં સૂર્ય જ્યારે વિષુવવૃત્તમાંથી દૂર જાય તે વખતે કરવામાં આવતી તમામ ધાર્મિક વિધીમાં સદાપર્ણી ઝાડની ડાળીઓનો ઉપયોગ કરવામાં આવે છે જે મૂર્તિપૂજકો દ્વારા કરવામાં આવતી ઝાડની પૂજામાંથી લેવામાં આવી છે. અંગ્રેજી ભાષામાં નાતાલનું વૃક્ષ એટલે કે ક્રિસમસ ટ્રી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ 183પાંચમા કરવામાં આવ્યો હતો.