ભાવનગર(BHAVANAGAR):આજ કાલ અકસ્માતના બનાવમાં ખુબ જ વધારો થઇ રહ્યો છે,હાલ ભાવનગરમાંથી ચારધામની જાત્રાએ ગયેલી બસ ખીણમાં પડી જતા 7 લોકોના મોતના સંચાર સામે આવી રહ્યા છે,દુર્ઘટનામાં મૃત્યુ પામેલા 7 મૃતકોને પી.એમ માટે દેહરાદૂન લઈ જવાયા છે.
ભાવનગર કલેક્ટરના જણાવ્યાં અનુસાર 7માંથી એક મૃતક મીનાબેન ઉપાધ્યાયના અંતિમ સંસ્કાર દેહરાદૂન ખાતે કરવામાં આવશે, જ્યારે અન્ય 6 મૃતકોના અંતિમ સંસ્કાર વતનમાં થશે.મીનાબહેનના પરિવારને તેની અંતિમવિધિ ત્યાજ કરવી છે
મૃતકોના દેહના પીએમ થઈ ગયા બાદ દહેરાદૂનથી અંતિમ ફ્લાઇટમાં 6 મૃતકોને અમદાવાદ એરપોર્ટ લવાશે. એમ્બ્યુલન્સ મારફતે મૃતકોને પોતપોતાના વતન પહોંચાડવામાં આવશે.,મૃતકોમાં એક પાલિતાણાનો યુવક, ભાવનગરના એક, ત્રણ તળાજા અને એક મહુવાનું દંપતીનો સમાવેશ થાય છે.
આ ભાવનગરની એક ખાનગી ટ્રાવેલ્સની બસ દ્વારા આ પ્રવાસીઓ ઉત્તરાખંડ ગયા હતા અને ત્યાંથી સ્થાનિક ખાનગી પ્રવાસી બસ મારફતે આગળનો પ્રવાસ કરતા હતા ત્યારે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ હતી.