ટીવી અભિનેત્રી અંકિતા લોખંડેના પિતાનું 68 વર્ષની ઉંમરે નિધન: અંકિતાએ પુત્રની ફરજ નિભાવતા પિતાની અર્થીને ખભો આપ્યો..

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે. એક્ટ્રેસના પિતા શ્રીકાંત લોખંડેનું આજે મુંબઈમાં નિધન થયું છેટીવી અભિનેત્રી અંકિતા લોખંડેના પિતા શશિકાંત લોખંડેનું શનિવારે મુંબઈમાં નિધન થયું હતું. તેમણે 68 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા.હાલમાં અંકિતાના પિતાના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી.

અંકિતાના પરિવાર તરફથી શશિકાંત લોખંડેના મૃત્યુ અંગે હજુ નિવેદન આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અંકિતાના પિતા ઘણા સમયથી બીમાર હતા. અંકિતા અવારનવાર તેના પિતા સાથેના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. આ વર્ષે ફાધર્સ ડેના અવસર પર પિતા સાથે એક વીડિયો શેર કરીને તેણે જણાવ્યું કે તેમની તબિયત સારી નથી.

 અંકિતા તેના પિતાની વિદાયના દુઃખમાં સંપૂર્ણપણે ભાંગી ગઈ છે. રડવાથી તેની હાલત ખરાબ છે. હાલમાં પરિવારના તમામ સભ્યો આ દુઃખની ઘડીમાં એકબીજાની સંભાળ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. અંકિતાનો પતિ વિકી જૈન અંતિમ યાત્રા દરમિયાન તેને સંભાળતો જોવા મળે છે.આ દરમિયાન અંકિતા લોખંડેએ પણ પોતાના પુત્રની ફરજ નિભાવતા પિતાની અર્થીને ખભો આપ્યો

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં અંકિતા તેની માતાને ગળે લગાવીને રડતી જોવા મળી રહી છે. તેણે અંતિમ યાત્રા દરમિયાન તેની માતાનો હાથ પકડી રાખ્યો હતો. અભિનેત્રી શ્રદ્ધા આર્યા, આરતી સિંહ, રૂહી ચતુર્વેદી, નંદિશ સંધુ પણ અંકિતાના પિતાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.