સાળંગપુરમાં વિવાદિત ભિંતચિત્રો પર અજાણ્યા વ્યક્તિએ કાળો રંગ લગાડ્યો …જુઓ વિડિયો…

સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે જે પ્રમાણે ભીંત ચિત્રોને વિવાદ ચાલી રહ્યો છે,જ્યાં જુઓ ત્યાં સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભિંતચિત્રોની જ ચર્ચાઓ ચાલી રહી છે.,જુઓ હાલમાં સાળંગપુરથી ભીતસુત્રો વિષે શું સમાચાર આવી રહ્યા છે.

સાળંગપુર મંદિરમાં આવેલ કિંગ ઓફ સાળંગપુરની પ્રતિમા નીચે લગાવવામાં આવેલા ભિંતચિત્રો પર એક અજાણ્યા વ્યક્તિએ કાળો રંગ લગાવ્યો છે અને આ ઉપરાંત ત્યાં તોડફોડ કરવાના પણ પ્રયાસો કર્યા હતા. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.અજાણ્યા વ્યક્તિ કાળા રંગનું પોતુ ભિંતચિત્રો ઉપર મારી દીધું હતું.

ત્યારબાદ લાકડીથી ત્યાં તોડફોડ કરવાના પ્રયાસો કર્યા હતા. આ સમગ્ર ઘટના બનતા જ પોલીસ ત્યાં દોડી આવી હતી અને અજાણ્યા શખ્સની અટકાયત કરી હતી. હાલમાં તો પોલીસ દ્વારા આ શખ્સની પૂછપરછ કરવામાં આવી રહે છે.

વધુમાં જણાવીએ તો,બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત મહામંડલેશ્વર એવા આશુતોષ ગીરીબાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં જે આ ભિંતચિત્રો છે તે વહેલી તકે મંદિર વિભાગ દ્વારા હટાવી લેવામાં આવે. નહીંતર આગામી દિવસોમાં જરૂર પડે તો 5000 જેટલા સાધુ-સંતો હનુમાનજી મંદિર ખાતે ઉપવાસ પર બેસી અને આ ભીંતચિત્રો હટાવાની કામગીરી કરશે તેમ જણાવ્યું છે.