વડોદરાના છાણી સ્વામિનારાયણ મંદિરની મિલકતના વિવાદમાં હોબાળો,ધક્કામૂક્કીમાં એક વ્યક્તિનું મોત

વડોદરા(vadodara):વડોદરા શહેર નજીક છાણી ગામમાં સ્વામિનારાયણનું મંદિર આવેલું છે. વડતાલ સ્વામિનારાયણ મંદિર હસ્તકના છાણી સ્થિત મંદિર ની મિલકત અંગેછેલ્લા કેટલાક સમયથી ભક્તજનો વચ્ચે બે ભાગ પડી ગયા હોવાથી વિવાદ ચાલતો હતો.

સ્વામિનારાયણ મંદિર પર તાળું મારી દેવાતા ભાવિકો અને મંદિરના સંચાલકો વચ્ચે ખુબ જ  વિવાદ સર્જાયો હતો. દરમિયાન મંદિરને તાળું મારવા ના મુદ્દે હોબાળો થતા ઝપાઝપી દરમિયાન એક વ્યક્તિન દિનેશભાઈને  ધક્કો વાગતા નીચે પડી જતા ઇજા પહોંચી હતી.

તેને 108ની મદદથી સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે,દિનેશભાઈના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ ખસેડાયો છે. હોસ્પિટલમાં દિનેશભાઈના પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. સમગ્ર ઘટનાને લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જયંતી પરમાર, રમેશ પરમાર અને અન્ય 5 શખસે હુમલો કર્યો હતો.ડી. જે. ચાવડાએ જણાવ્યું હતું કે, હાલ મોત અંગે આગળની કાર્યવાહી ચાલુ છે. મૃતદેહનું સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવવામાં આવી રહ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ શુ આવે છે તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે. આ ઘટનામાં મૃતક દિનેશભાઇ વણકરનું પેનલ પોસ્ટ મોર્ટમ કરાવવામાં આવશે.