Oppoએ ભારતમાં લોન્ચ કર્યો પોતાનો નવો ફોન Oppo A77 4G, આ છે વિશિષ્ટતા

સ્માર્ટફોન બ્રાન્ડ Oppoએ ભારતમાં પોતાનો નવો ફોન Oppo A77 4G લોન્ચ કર્યો છે. Oppo એ તેનો લેટેસ્ટ A-સિરીઝ સ્માર્ટફોન MediaTek Helio G35 પ્રોસેસર સાથે રજૂ કર્યો છે. ફોનમાં 6.56-ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે, જે 60Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ફોનમાં 50 મેગાપિક્સલનો રિયર કેમેરા સેટઅપ અને 5000mAh બેટરી છે. જાણો Oppo A77 4G ફોનની કિંમત, સ્પેસિફિકેશન અને ફીચર્સ અંગે…

Oppo A77 4G કિંમત

Oppo A77 4G સ્કાય બ્લુ અને સનસેટ ઓરેન્જ કલર ઓપ્શનમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ફોન માત્ર એક સ્ટોરેજ વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે. તેની 4 GB રેમ 64 GB સ્ટોરેજની કિંમત 15,499 રૂપિયા છે. Oppo A77 4G કંપનીની ઓનલાઈન વેબસાઈટ અને ઓફલાઈન માર્કેટમાંથી પણ ખરીદી શકાય છે. ICICI બેંકના કાર્ડથી ફોન લેવા પર 10 % કેશબેક પણ મળશે.

Oppo A77 4Gની વિશિષ્ટતાઓ

Oppo A77 4G Android 12 આધારિત ColorOS 12.1 સાથે આવે છે. ફોનમાં 6.56-ઇંચ HD+ LCD ડિસ્પ્લે છે, જે 60Hz રિફ્રેશ રેટ સાથે આવે છે. Oppo A77 4G ઓક્ટા કોર MediaTek Helio G35 પ્રોસેસર અને 4 GB રેમ સાથે 64 GB સ્ટોરેજ સાથે આવે છે. માઇક્રો એસડી કાર્ડની મદદથી ફોનના સ્ટોરેજને પણ વધારી શકાય છે. સુરક્ષા માટે ફોનમાં અલ્ટ્રા-લિનિયર સ્ટીરિયો સ્પીકર્સ અને સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ છે.

Oppo A77 4Gનો કેમેરા

Oppo A77 4Gમાં ડ્યુઅલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જે 50 મેગાપિક્સલ પ્રાઈમરી સેન્સર અને 2 મેગાપિક્સલ ડેપ્થ સેન્સર સાથે આવે છે. ફોનના પાછળના ભાગમાં LED ફ્લેશ લાઈટ પણ જોવા મળે છે. ફોનમાં સેલ્ફી અને વીડિયો કૉલ્સ માટે 8-મેગાપિક્સલનો ફ્રન્ટ કૅમેરો છે.

Oppo A77 4Gની બેટરી

ફોન 5000mAh બેટરી અને 33W સુપર-વૂક ફાસ્ટ ચાર્જર દ્વારા સમર્થિત છે. કનેક્ટિવિટી માટે, ફોનમાં USB Type-C પોર્ટ, 3.5mm હેડફોન જેક, 4G VoLTE, વાઇફાઇ અને બ્લૂટૂથ માટે સપોર્ટ છે.