ભીંતચિત્રોના વિવાદનો અંત:સૂર્યોદય પહેલાં જ ચિત્રોને દૂર કરી નવાં ચિત્રો લગાવી દેવાયાં,જુઓ નવા ભીતસુત્રો કેવા છે?

બોટાદ(Botad):સાળંગપુર હનુમાનના મંદિરે લગાવવામાં આવેલા ભીંતચિત્રો પર ખુબ જ વિવાદ ચાલી રહ્યો હતો,આજે ભીતસુત્રોના વિવાદનો અંત આવ્યો છે,આ વિવાદને લઈ સનાતન ધર્મના સાધુ-સંતો, મહંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો હતો. જે બંને વિવાદિત ભીતચિંત્રોને આજે સૂર્યોદય પહેલાં જ દૂર કરાયાં હતાં અને તેની જગ્યાએ નવાં ચિત્રો લગાવાયાં.

CM સાથે મળેલી બેઠક બાદ ગત રાત્રે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોની અમદાવાદમાં એક બેઠક મળી હતી. આ બેઠક બાદ સંતોએ પ્રેસ કોન્ફરન્સ કરી ભીંતચિત્રો હટાવવાની જાહેરાત કરી હતી., જુના હટાવીને નવા ભીતસુત્રો લગાવવામાં આવ્યા છે.

12 વાગ્યા બાદ સાળંગપુરમાં વિવાદિત ભીંતચિત્રો દૂર કરવાની જાહેરાત મૂજબ સમગ્ર કષ્ટભંજન મંદિર પરિસરની તમામ લાઈટો બંધ કરી દેવામાં આવી હતી. ત્યાર બાદ અંધારામાં મીડિયાને દૂર રાખીને  વિવાદિત ચિત્રો દૂર કરવાના વડતાલ ગાદીના મહંતોએ પ્રયાસ હાથ ધર્યો હતો.,ભીંતચિત્રોને દૂર કરવાની કામગીરી દરમિયાન પડદા બાંધી સમગ્ર કામગીરી હાથ ધરાઈ હતી.

વડતાલના મુખ્ય કોઠારી જણાવ્યું હતું કે, બેઠક અત્યંત સદભાવના અને મૈત્રી પૂર્ણ વાતાવરણમાં પૂરી થઈ છે, એનો ઉકેલવા માટે બધા જ કટિબદ્ધ છે અને આ પ્રેસનોટ હું આપને વાંચી સંભળાવું.,

ઠરાવ એક વડતાલ પીઠેશ્વર રાજેશ પ્રસાદ મહારાજનો સ્પષ્ટ મત છે કે, સ્વામિનારાયણ સંપ્રદાય વૈદિક સનાતન ધર્મનું એક અંગ છે અને વૈદિક ધર્મની પરંપરાઓ પૂજા પદ્ધતિઓ અને હિન્દુ આચારોનું સંપ્રદાયના સંતો અને બધા જ આદરપૂર્વક પાલન કરે છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય હિંદુ સમાજનું અંગ હોવાથી સમાજની લાગણીઓને દુભાવવા ઈચ્છતું નથી.

ઠરાવ બે સાળંગપુર મંદિર ખાતેનાં ભીંતચિત્રથી જે લાગણી દુભાઈ છે, તે ભીંતચિત્રો કાલે સૂર્યોદય થતાં પહેલાં જ હટાવી લેવામાં આવશે.

ઠરાવ ત્રણ સમાજમાં સમરસતા જળવાઈ રહે તે માટે બીજા બધા જ વિવાદ આસપાસ મુદ્દાઓ અંગે વિશ્વ હિન્દુ પરિષદ, સ્વામિનારાયણ સંપ્રદાયના વિવિધ પ્રવાહો તથા હિન્દુ સનાતન ધર્મના આચાર્યો અને સંતો સાથે વિચાર પરામર્શ બેઠક ટૂંક સમયમાં યોજાશે.

ઠરાવ ચાર હિન્દુ સમાજમાં વિસંવાદિતા દૂર કરવા માટે સમાજમાં સમરસતા સ્થાપવા માટે સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આદેશ આપ્યો છે કે કોઈએ વિવાદ આસપાસ વાણીવિલાસ ક્યાંય કોઈપણ પ્રકારે ન કરવો.

ઠરાવ પાંચ વિશ્વ હિન્દુ પરિષદ સંતોને અપીલ કરે છે કે, આ વિવાદનો પૂર્ણ ઉકેલ લાવવા માટે આજે અત્યંત સક્રિય પહેલ થયેલી છે. તેથી સૌ કોઈ સમાજની સમરસતા તૂટે તેવાં નિવેદનો ન કરે, એનાથી દૂર રહે.