300 પિતા વગરની દીકરીઓના લગ્ન કરાવશે પી પી સવાણી ગ્રુપ, અંગદાન કરવાના સંકલ્પનો રેકોર્ડ એક લાખ લોકોથી પણ વધુ

પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી અત્યાર સુધીમાં પિતાની છત્રછાયા ગુમાવી ચુકેલી તે દીકરીઓના પાલક પિતા બની ચૂકયા છે. પી.પી.સવાણી પરિવાર દ્વારા આજ સુધી લગભગ દીકરીઓનું કરિયાવર સાથે કન્યાદાન કરવામાં આવ્યું છે. છેલ્લા એક દાયકાથી અવિરત પ્રજ્વલિત આ સેવાયજ્ઞ થકી અનેકને પ્રેરણા મળી છે અને આ પ્રકારના અનેક લગ્ન સમારોહ સમગ્ર ગુજરાત બીજા રાજ્યમાં પણ યોજાઈ રહ્યા છે.

સુરતમાં ‘વિવાહ પાંચ ફેરાના’, ‘સંબંધ ભવોભવના’, ‘લાગણીના વાવેતર’, ‘વેદના એક દીકરીની’, ‘દિલનો દીવો’, ‘પારેવડી’, ‘લાડકડી’, ‘પાનેતર’, ‘મહિયરની ચૂંદડી’ અને 2012થી શરૂ થયેલી આ પવિત્ર યાત્રામાં હવે ‘દીકરી જગત જનની’ જોડાશે. આ બધા નામ માટે કોઇને પરિચય આપવાની જરૂર નથી બધા જ જાણે છે આ બધા શીર્ષક પીપી સવાણી દ્વારા થતા પિતાવિહોણી દીકરીઓના સમૂહલગ્નના છે.

ezgif.com gif maker 3

300 દીકરીના લગ્ન કરશે સવાણી પરિવાર
પિતા વિહોણી દીકરીઓના ભવ્ય લગ્ન સમારોહની શરૂઆત કરનાર પી પી સવાણી પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ૩૦૦ દીકરીઓના લગ્નની તારીખ 24 અને 25 ડિસેમ્બર શનિ – રવિવારના રોજ પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા સ્થળે સાંજે 5 વાગ્યે થશે, બંને દિવસે 150-150 લગ્ન થશે આજ લગ્નમાં તારીખ 25 ડીસેમ્બરના દિવસે સવાણી પરિવારના બે દીકરા “સ્નેહ રાજુભાઈ સવાણી અને “મોનાર્ડ રમેશભાઈ સવાણી” પણ લગ્ન કરશે, સેવાના આ યજ્ઞ જેવા ઉદાત્ત કાર્યમાં સહભાગી તરીકે આ વર્ષે પી.પી.સવાણી પરિવાર સાથે જાનવી લેબયોન ગ્રુપનો લખાણી પરિવાર જોડાયો છે.

download 8

એક લાખ થી પણ વધારે લોકો કરશે અંગદાનનો સંકલ્પ
“દીકરી જગત જનની”ના નામે આયોજિત આ કાર્યક્રમ બધી રીતે સારો બનવાનો છે. આજે બનેલી એક પત્રકાર પરિષદમાં પી. પી. સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણીએ કહ્યું હતું કે, આ વર્ષે અમે દિલીપદાદા દેશમુખના અંગદાન ચેરીટેબલ ટ્રસ્ટ, નિલેશભાઈ માંડલેવાલાના ડોનેટ લાઈફ ફાઉન્ડેશન અને પિયુષભાઇ ગોંડલીયાના જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના સહયોગથી અંગદાન સંકલ્પનો વિશેષ કાર્યક્રમ યોજવા જઈ રહ્યા છીએ.

download 7

જેમાં એક લાખથી પણ વધારે લોકો અંગદાનનો સંકલ્પ લેશે, અંગદાન અંગે જાગૃતિ માટે અને અંગદાન સંકલ્પ અંગે અમે અગાઉથી જ મંજૂરી લઇ લીધી છે. સાથે જ આ લગ્નના કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય એવા પરિવારના સભ્યો કરશે જેમના પરિવારમાંથી અંગદાન થયું છે અથવા અંગદાન મેળવ્યું છે. એક સાથે એક સ્થળે એક લાખ લોકો અંગદાનનો સંકલ્પ લેશે એ એક નવો રેકોર્ડ બનશે અને આ એક વધુ સિદ્ધિ સુરતના નામે લખાશે.