પ્રમુખ સ્વામી મહોત્સવમાં પ્રવેશ કરવા માટે જાણીલો કોરોનાના સંક્રમણ વિશેની ગાઈડ લાઈન

વિશ્વભરમાં વધી રહેલા કોરોના કારણે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા થઈ રહેલા વિમર્શને ધ્યાન માં લઈને જાહેર જનહિત માટે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં આવનાર ભક્તો-ભાવિકો માટે ગાઈડ લાઈન જાહેર કરી છે. બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાએ નીચે પ્રમાણે જણાવ્યું છે. જેની 26-12-2022 સોમવારથી અમલીકરણ કરાશે.

1. મહોત્સવની સેવામાં જોડાયેલા દરેક સ્વંયસેવકો ફરજીયાત માસ્ક પહેરશે, સાથે જ મહોત્સવની દર્શન-યાત્રાએ આવનાર બધા દર્શાનાર્થીઓને પણ માસ્ક પહેરવું ફરજીયાત છે. મહોત્સવ સ્થળ- પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રવેશ મેળવવા માટે માસ્ક પહેરવાનો ફરજિયાત છે.

2. મહોત્સવ મોટા પ્રમાણ માં વિશાળ અને ખુલ્લા વાતાવરણમાં છે, આથી સોશ્યલ ડિસ્ટન્સ ને ધ્યાનમાં લઈને જ મહોત્સવનો માણવો.

૩. એકબીજા સાથે હાથ મિલાવવાનું ટાળવું. નમસ્કાર થી જ અભિવાદન કરવાનો ખ્યાલ રાખવો.

4. શરદી, તાવ, ઉધરસ જેવી તકલીફ જણાતા વ્યક્તિએ મહોત્સવમાં અવાવા નું ટાળવું.

5. મોટી ઉંમર અને નાજુક સ્વાસ્થ્ય કે હૃદયરોગ, બીપી, ડાયાબિટીસ, કિડની ડીસીઝ વગેરે ધરાવતી વ્યક્તિઓએ ભીડમાં આવવું નહીં.

6. ઉપરાંત વિદેશથી મહોત્સવમાં આવનાર ભક્તોએ ફરજિયાત કોરોના ટેસ્ટ કરાવવો અને તબીબોની સલાહ લેવી.

7. મહોત્સવમાં બધી જ જગ્યાએ સ્વચ્છ ટોઈલેટ બ્લોક્સ રાખવામાં આવ્યા છે, ત્યાં સાબુ અને સ્કેન્ડ સેનિટાઈઝર રાખવામાં આવ્યા છે. તેનો ઉપયોગ અવશ્ય કરવો અને પોતાના હાથ સ્વચ્છ રાખવા.

8. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ભારત સરકારના આરોગ્ય મંત્રાલય અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રાલયના નિર્દેશ મુજબ, કોરોનાથી ડરવાની જરૂરિયાત નથી પરંતુ સાવધાની જરૂર રાખવી.
વેક્સિનનો કોઈ ડોઝ ન લીધો હોય તો તે વહેલામાં વહેલી તકે લઈ લેવો.