સાળંગપુર વિવાદને લઈ આશુતોષ ગિરિબાપુએ કહ્યું- ‘5 હજાર સંતો સાથે કૂચ કરી અમે ભીંતચિત્રો હટાવી દઈશું,

સાળંગપુર હનુમાનના મંદિરના ભીત સુત્રોની ચર્ચા પુરા દેશભરમાં થઇ રહી છે,ત્યારે એ વિવાદને લઈને હાલમાં વધુ એક સમાચાર આવ્યા છે,બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત મહામંડલેશ્વર એવા આશુતોષ ગીરીબાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે. જેમાં જે આ ભિંતચિત્રો છે તે વહેલી તકે મંદિર વિભાગ દ્વારા હટાવી લેવામાં આવે. નહીંતર હવેના દિવસોમાં જરૂર પડે તો 5000 જેટલા સાધુ-સંતો હનુમાનજી મંદિર ખાતે ઉપવાસ પર બેસી અને આ ભીંતચિત્રો હટાવાની કામગીરી કરશે.

સાધુ-સંતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ ભીંતચિત્રો નહીં હટાવવામાં આવે તે પ્રમાણેના નિવેદનો પણ સ્વામીના સંપ્રદાય તરફથી આવી રહ્યા છે. ત્યારે આ પ્રકારના નિવેદનને લઈ સાધુ-સંતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું ભીમનાથ મહાદેવ મંદિર જે પાંડવકાલીન મહાદેવ મંદિર છે. ત્યારે અહીંના મહંત એવા મહામંડલેશ્વર આશુતોષગીરી બાપુ દ્વારા મીડિયાને નિવેદન આપવામાં આવ્યું છે.

ભીમનાથ મહાદેવ મંદિર ખાતે 3000 જેટલા સાધુ-સંતોનું અધિવેશન પણ મળશે. તેમજ જરૂર પડે તો કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે. તેમ છતાં પણ જો મંદિર વિભાગ દ્વારા આ ભીંતચિત્રો નહીં હટાવવામાં આવે તો 5000 જેટલા સાધુ-સંતો સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર સુધી પહોંચશે.

બાપુએ વધુમાં જણાવ્યું હતું કે શાસ્ત્રો અને શસ્ત્રોનો ઉપયોગ કરીશું.