સુશાંત સિંહ રાજપૂતના મોતના અઢી વર્ષ પછી ફ્લેટને મળ્યો ભાડૂઆત, જાણો કેટલું હશે ભાડું

લોકો હજુ સુશાંત સિંહ રાજપૂત કેસને ભૂલી શક્યા નથી. આ કેસના અનેક પાસાઓ લોકોના મનમાં અનેક સવાલો ઉભા કરે છે. હાલમાં જ સુશાંતના બાંદ્રા એપાર્ટમેન્ટ સાથે જોડાયેલા એક સમાચાર સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ટીવી અને બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં પોતાના દમ પર નામ કમાવનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ભલે આ દુનિયામાં નહીં હોય પરંતુ તે હજુ પણ તેના ચાહકોના દિલ પર રાજ કરે છે. સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુને 2.5 વર્ષ થઈ ગયા છે. પરંતુ આજે પણ અભિનેતા સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તાજેતરમાં સુશાંત સિંહ રાજપૂતનો ફ્લેટ ચર્ચામાં રહ્યો હતો. સમાચાર આવ્યા હતા કે આ ફ્લેટમાં હજુ નવો ભાડુઆત મળ્યો નથી.

આ સમાચાર સામે આવ્યા બાદ બધા ચોંકી ગયા હતા. પરંતુ આ દરમિયાન આ ફ્લેટને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે. સુશાંત સિંહના નિધન બાદ તેને ફ્લેટ ખાલી પડ્યો હતો પરંતુ હવે આ ફ્લેટના નવા ભાડ઼ુઆત આવી ગયા છે. પહેલા આ ફ્લેટને જોવા માટે પણ રાજી ન હતા. ત્યારે હવે એવી જાણકારી મળી છે કે, અભિનેતાના આ ઘરમાં નવો ભાડુઆત મળશે. સુશાંત મુંબઈના બ્રાંદ્રા સ્થિત ક્વાર્ટર રોડ પર લગ્ઝરી ફ્લેટમાં ભાડે રહેતો હતો. અભિનેતાએ 20 જૂનના રોજ આત્મહત્યા કરી હતી. સુશાંતના નિધન બાદ થી જ આ ફ્લેટ ખાલી પડ્યો હતો. ફ્લેટને જોવા માટે ખુબ મોટી સંખ્યામાં લોકો આવતા હતા પરંતુ આ ફ્લેટની સ્ટોરી સાંભળતા પરત જતા રહેતા હતા.

સુશાંત સિંહ રાજપૂતે વર્ષ 2020માં આ દુનિયા છોડી દીધી હતી અને ત્યારથી આ એપાર્ટમેન્ટ ખાલી પડેલું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે વ્યક્તિ આ ફ્લેટના ભાડુઆત બન્યા છે તેને દર મહિને ભાડા તરીકે 5 લાખ રૂપિયા ચૂકવવા પડશે. કેટલાક સમયથી સુશાંતના આ એપાર્ટમેન્ટના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા હતા. દલાલો તેને ભાડે મેળવવા માટે સતત પ્રયાસ કરી રહ્યા હતા અને આખરે તેમના પ્રયત્નો ફળ્યા છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ ફ્લેટ અભિનેતાના મૃત્યુ બાદથી ખાલી પડ્યો હતો. જેના કારણે હવે ભાડુઆત મળી જતાં રિયલ એસ્ટેટ બ્રોકરે રાહતનો શ્વાસ લીધો છે. સુશાંત સિંહ રાજપૂત જે ફ્લેટમાં રહેતો હતો તે એકદમ આલીશાન હતો.

અભિનેતા આ ફ્લેટ માટે દર મહિને 5 લાખ રૂપિયાનું ભાડું ચૂકવતો હતો. અહેવાલો અનુસાર, ફ્લેટને ભાડૂઆત ન મળવાનું સૌથી મોટું કારણ 5 લાખ રૂપિયાનું ભાડું હતું. સુશાંત સિંહ રાજપૂતે મનોરંજનની દુનિયામાં ઘણું નામ કમાવ્યું હતું. પરંતુ તેના મૃત્યુ પછી બોલિવૂડ પર ઘણા પ્રશ્નો ઉભા થયા.