તથ્ય પટેલે હસતા-રમતા પરિવારને રડતો કર્યો, બ્રિજ અકસ્માતમાં ઈજાગ્રસ્ત દીકરાને બચાવવા પરિવારે સોનું વેચ્યું, ઘર ગીરવી મૂક્યું, પણ 24 કલાક જાગતો રહે છે અને તેને લાગે છે કે મારા પગ જ નથી.

અમદાવાદ(Amadavad);અમદાવાદમાં થનારા બ્રીજ અકસ્માતમાં 9 નિર્દોષ લોકોના મોત લોકો હજુ પણ  ભુલાવી શકતા નથી,9 લોકોને હણનાર તથ્ય પટેલ પૈસા ના જોશમાં કેમ ગાડી ચલાવવી એ ભૂલી જય છે,ને કાળચક્રની જેમ જેગુઆર ફેરવી 9 નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દે છે.,જ્યારે 12 લોકોને ઈજા પહોંચાડે છે.

આ અકસ્માતની ઝપટે ભાડમુંજા પરિવારનો લાડકવાયો મિઝાન પણ ચડી જાય છે.દીકરાની સારવાર પાછળ પરિવારે ઘર ગીરવી મૂકી દીધું છે અને સોનાના દાગીના પણ વેચે દીધા છે. લાખો રૂપિયા સારવાર પાછળ ખર્ચ કરવા છતાં પણ મિઝાન ઊંઘમાં જ ચીસો પાડે છે, 24 કલાક જાગતો રહે છે અને તેને લાગે છે કે મારા પગ જ નથી.

સારવાર માટે પરિવારને કુલ સાડાચાર લાખ રૂપિયાનો ખર્ચો આવ્યો છે તેમજ તેનો રોજનો ખર્ચો પણ બેથી ત્રણ હજાર જેટલો થાય છે. પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે અમારે સોનું વેચવુ પડ્યું અને ઘર પણ ગીરવી રાખવું પડ્યું છે.

મિઝાનના મોટા ભાઈ નોમાન ભાડમુંજા સાથે વાત કરતાં તેણે જણાવ્યું, મિઝાન ઘણીવાર રાત્રે ઊઠીને ચીસો પાડે છે. તેના પગમાં અસહ્ય દુખાવો રહે છે. તેને એવું લાગે છે કે તેના પગ છે જ નહીં, રાત્રે અને સવારે ઊંઘી શકતો નથી. 24 ક્લાક જાગ્યા જ કરે છે, તેને અકસ્માતનો આઘાત લાગ્યો છે.

પગમાં ત્રણ ફ્રેક્ચર છે અને પ્લેટ બેસાડી છે. માથામાં ગંભીર ઈજા પહોંચવાથી હજી તેને બોલવામાં અને કંઈપણ યાદ કરવામાં તકલીફ થઈ રહી છે.મિઝાન સારંગપુર બ્રિજ પાસેની નાની ગલીમાં આવેલી એક ચાલીમાં રહે છે,સોમવારે  મિઝાન સાથે વાત કરવા ટીમ તેના ઘરે પહોચી હતી ત્યાં જઈને જોયું તો તેમના ઘરમાં એક જ રૂમ જોવા મળી, રૂમમાં પણ એક પલંગ હતો, જે હાલ સારવાર લઈને ઘરે આવેલા મિઝાનને આપ્યો છે, રૂમમાં એક સોફો છે.

મિઝાન એટલું જ બોલ્યો હતો કે હું દસમું પાસ છું. મારે 12માં ધોરણ માટે એડમિશન લેવું હતું. મારે સાયન્સમાં જવાની ઈચ્છા હતી અને એના માટે ફોર્મ ભરવાનું હતું, પણ ફોર્મ ભરાય એ પહેલાં તો મારો અકસ્માત થઈ ગયો અને હવે ખબર નહીં આગળ ક્યારે ભણી શકીશ,હાલમાં ડોક્ટરે 6 મહિના આરામ કરવાનું કહ્યું છે.