તથ્યની બાજુમાં બેઠેલી યુવતીએ તથ્યના બધાજ કારનામા બહાર પાડ્યા,યુવતીએ કહ્યુ કે માન્યો જ નહીં અને કારની સ્પીડ વધારતો ગયો

અમદાવાદ(Amadavad):અમદાવાદ બ્રીજ પર થયેલા અકસ્માતે બધાની આખોમાં પાણી લાવી દીધા હતા,તથ્ય પટેલની ભૂલને લીધે 9 પરિવાર વેર વિખેર થઇ ગયા હતા.અકસ્માતમાં તથ્ય પટેલ કાર ચલાવતો હતો અને તેની સાથે તેના મિત્રો બેઠાં હતાં, જેમાં ત્રણ યુવતી પણ હતી. રાતે શું બન્યું અને કઈ રીતે બન્યું? એ વિશે પોલીસ તમામને પૂછપરછ કરી રહી હતી, આ પૂછપરછ દરમિયાન ટ્રાફિકના અલગ અલગ અધિકારીઓ પોતાની સ્ટાઇલમાં પૂછપરછ કરતા હતાત્યારે એક યુવતીએ તથ્ય વિશે કહ્યું, મેં તેને કાર ધીમી ચલાવવાનું જણાવ્યું હતું, પણ તે માન્યો જ નહીં અને કારની સ્પીડ વધારતો ગયો હતો.

100થી વધુ થઈ ગઈ હતી, થોડીવાર બાદ કારનો અકસ્માત થયો. અમને કશું ખબર રહી નહિ અને આસપાસ લોકો ભેગા થવા લાગ્યા હતા. ત્યાર બાદ એક વ્યક્તિ અમને ત્યાંથી લઈ ગઈ હતી.10 કલાક સુધી તેના મિત્રોની પૂછપરછ થઈ હતી.

યુવતીએ એવું નિવેદન આપ્યું છે કે રાતે જ્યારે કાફેથી નીકળ્યા ત્યારે તથ્ય પૂરઝડપે કાર ચલાવી રહ્યો હતો. તેની બાજુમાં એક છોકરી બેઠી હતી, ત્યારે બીજાં મિત્રો પાછળ બેઠાં હતાં. કારમાં ત્રણ યુવક, જેમાં તથ્ય સામેલ હતો, તેની સાથે ત્રણ યુવતી પણ હતી.

કાર ધીમે ધીમે કર્ણાવતી ક્લબથી આગળ વધી રહી હતી, ત્યારે કારની સ્પીડ વધવા લાગી, ત્યારે કારમાં બેઠેલી એક છોકરીએ કહ્યું- તથ્ય, કાર ધીમી ચલાવ, પરંતુ તે કંઈ સમજ્યો નહિ અને કારની સ્પીડ વધતાં વધતાં 100થી ઉપર જતી રહી અને ધડાક દઈને કારનો અકસ્માત થયો હતો. કારનો અકસ્માત થયા બાદ લોકો બૂમો પાડી રહ્યા હતા. ત્યારે કોઈ અમને ત્યાંથી બહાર કાઢીને લઈ ગયું હતું, ત્યાર બાદ શું થયું એની મને કશી ખબર નથી.